Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

આર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા અગ્નીવીર સોલ્‍જર માટે આર્મી ભરતી મેળો

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૪: ભારતીય લશ્‍કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્‍કરી ભરતી મેળામાં અગ્નિવીર સોલ્‍જર જનરલ ડયુટી (ALLARMS) અગ્નિવીર સોલ્‍જર ટ્રેડમેન તમામ ટ્રેડ ALLARMS) અગ્નિવીર સોલ્‍જર ટેકનીકલ(ALLARMS) તેમજ અગ્નિવીર સોલ્‍જર કલાર્ક/સ્‍ટોર કીપર ટેકનીકલ(ALLARMS) ની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માગતા ફક્‍ત અપરણિત પુરુષ ૧૭ થી ૨૧ વર્ષના ઉમેદવારે https://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૨૨/૦૩/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્‍પ્‍યુટર લેખિત પરીક્ષા આપવાની રહેશે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮) ૨૫૫૦૭૩૪ અથવા ૮૮૬૬૯૭૬૧૭૭ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરી ભુજની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(10:24 am IST)