Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જામકંડોરણા જેતપુર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટમાં જવલંત વિજય : મતદારો હું ક્યારેય ભૂલી નહીં શકું,કાયમી સૌનો ઋણી રહીશ : જયેશભાઇ રાદડિયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:  જેતપુર-જામકંડોરણા વિસ્તારની જીલ્લા તેમજ તાલુકા પંચાયતની યોજાયેલ સામાન્ય ચુંટણીમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય વિજય થવા બદલ તમામ ઉમેદવારોને ખરા હદયપુર્વકની શુભકામનાઓ પાઠવતા યુવા મંત્રી જયેશ રાદડીયા એ જણાવેલ કે જામકંડોરણા તેમજ જેતપુર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સીટમાં ભાજપને જવલંત બહુમતી મળી છે તે બદલ હું આ વિસ્તારના તમામ મતદારોનો આભાર તો માનું છું પરંતુ મને કલ્પના ન હતી એટલી હદે ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે જેથી હું આપ સૌનો કાયમી માટે ઋણી રહીશ
    જેતપુર-જામકંડોરણા વિસ્તારની તમામ ૬ જીલ્લા પંચાયત સીટ તેમજ જેતપુર તાલુકાની ૨૦ માથી ૧૬ સીટ તેમજ જામકંડોરણાની ૧૬ માથી ૧૫ સીટ પર ભવ્ય વિજય અપાવવા બદલ તમામ મતદારો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓનો જામકંડોરણા ખાતે  વિજયસભામા યુવા મંત્રી જયેશ રાદડીયાએ ખરા હદયપુર્વક મતદારોનો  તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરેલ હતો.
આ સાથે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા જામકંડોરણા ભાજપના પ્રમુખ ચંદુભા ચૌહાણ પ્રતિપાલસિંહ જાડેજા યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર જસમતભાઈ કોયાણી ચીમનભાઈ પાનસુરીયા ફરીથી ભારતીય જનતા પાર્ટીના જામકંડોરણા તેમજ જેતપુરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિજય વિશ્વાસ સરઘસમાં જોડાયા હતા અને સૌ મતદારોનો આભાર માન્યો હતો

(6:23 pm IST)