Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગુજરાત સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતા પ્રદિપભાઈ ખીમાણી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૪ :. કોરોનાના સમય દરમિયાન આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલે પ્રથમ વખત ડીજીટલ બજેટ (પેપરલેસ બજેટ) રજુ કર્યુ છે. તેને નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર, શિક્ષણવિદ્દ તથા અર્થશાસ્ત્રી પ્રદિપભાઈ ખીમાણીએ આવકારેલ છે.

નગરપાલિકા સેલના પ્રદેશ કન્વીનર અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ ગુજરાત સરકારના બજેટને આવકારી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલને વિકાસલક્ષી બજેટ રજુ કરવા માટે અભિનંદન આપ્યા છે.

શ્રી પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યુ છે કે ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૧-૨૦૨૨નું બજેટ ખેડૂતલક્ષી, ગરીબલક્ષી, યુવાવર્ગને ઉપયોગી, શ્રમજીવી માટે કલ્યાણકારી અને સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરનારૂ છે. આ બજેટને કારણે રોજગારીમાં વધારો થશે. ઔદ્યોગિક અને ખેતી ઉત્પાદન વધશે. લોકોની સુખાકારી વધશે. વિકાસ કામોમાં અનેકગણો વધારો થશે.

આ બજેટને કારણે ગુજરાત રાજ્યના વિકાસમાં વધુ ગતિ આવશે અને ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જીન બની રહેશે. તેમ જણાવી પ્રદિપભાઈ ખીમાણીએ ગુજરાત સરકારને અભિનંદન પાઠવીને ગુજરાત બજેટ ૨૦૨૧-૨૦૨૨ના મુખ્ય મુદ્દાઓ રજુ કરતા જણાવ્યુ હતુ કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. ૧૫૦૦ કરોડની ફાળવણી, આરોગ્ય અન્ે પરિવાર કલ્યાણ માટે રૂ. ૧૧ હજાર ૩૨૩ કરોડની જોગવાઈ, મહિલા અને બાળ વિકાસ માટે રૂ. ૩૫૧૧ કરોડની જોગવાઈ, ડાંગને કેમિકલ ફી ઉત્પાદન કરતો જીલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ. ૧૦ હજાર કરોડની સહાય, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. ૬૫૨ કરોડની જોગવાઈ, નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટુ બજેટ રૂ. ૨,૨૭,૦૨૯ કરોડનું બજેટ રજુ કર્યુ, આદિજાતિ વિકાસ માટે રૂ. ૧૩૪૯ કરોડની જોગવાઈ, મહિલા અને બાળવિકાસ માટે રૂ. ૩૬૧૧ કરોડની જોગવાઈ કરાઈ છે.

શિક્ષણ માટે ૩૨ હજાર કરોડની જોગવાઈ, ૪ લાખ ખેડૂતોને એક ડ્રમ, પ્લાસ્ટિકની બે ટબ આપવાની જોગવાઈ, ફુડ પ્રોસેસિંગ એકમ માટે રૂ. ૧૦ લાખની જોગવાઈ, બીજ ઉત્પાદન સહાય માટે રૂ. ૫૫ કરોડની જોગવાઈ, એગ્રી અને ફુડ પ્રોસેસિંગ કલસ્ટર માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ, ૧૦ ગામદીઠ ૧ પશુ દવાખાના માટે બજેટમાં રૂ. ૪૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, રાજ્યમાં ૧૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ઉમેરવા બજેટમાં રૂ. ૩૦ કરોડની જોગવાઈ, ઈરીક્ષા દીઠ રૂ. ૪૮ હજારની સબસીડી, બેટરીથી ચાલતા ૩ વ્હીલર દીઠ રૂ. ૧૨ હજારની સબસીડી આપશે તેમ પ્રદિપભાઈ ખીમાણીએ અંતમાં જણાવ્યુ હતું.

(1:45 pm IST)