Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

પોરબંદરના વિદ્યા પુરૂષ ડો.વિરમભાઇ ગોઢાણીયાનો ૮૧મો જન્મદિન

પોરબંદર : શ્રી માલદેવજીભાઇ ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ, ગોઢાણીયા સંકુલના સ્થાપક દાતા અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયાનો ૮૧ મો જન્મદિન છે.

તેઓએ કન્યાના હિન્દુ કાઉન્સીલ સભાના સદસ્ય, કેન્યાની શાળા-મહાશાળાના સંકુલ ઓફ ગવર્નન્સ યુ. કે. માં ગોઢાણીયા ફાઉન્ડેશનના સ્થાપક મહેરે સુપ્રિમ કાઉન્સીલના સ્થાપક પૂર્વ પ્રમુખ જેવા હોદાઓ શોભાવ્યા છે. સાંદીપની વિદ્યા નિકેતનના પ્રણેતા રાષ્ટ્રીય સંત પ. પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા રાજર્ષિ એવોર્ડથી નવાજવામાં આવેલ છે.

નાની ઉમરે જ વિદેશમાં સ્થાઇ થઇને વતનમાં શિક્ષણ સંસ્થાના માધ્યમથી શ્રેષ્ઠ  શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. શહેરની મધ્યમાં ગોઢાણીયા શૈક્ષણીક સંકુલમાં કે. જી. થી પી. જી. સુધીની સુવિધા પુરી પાડી છે. અદ્યતન સુવિધા સાથેની સીવીલ, મીકેનીકલ કમ્પ્યુટર અને કેમીકલ ડીગ્રી કોર્સ સાથેની એન્જિનીયરીંગ કોલેજની શ્રેષ્ઠ સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે. મહેર સમાજ દ્વારા જ્ઞાતિરત્ન પુરસ્કારથી નવા જેલ છે.

પંચોતર વર્ષે આ વિદ્યા પુરૂષનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો અને ૮૧મા જન્મ દિને ડો. વિરમભાઇ ગોઢાણીયા લિખિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ અમારી નજરે પુસ્તકનું પુષ્પરૂપે પાંખડી અર્પણ કરવાનાં છે. તેઓનો પ્રતિ વર્ષ એક પુસ્તક પ્રકાશિત કરીને જન્મદિન ઉજવવાનો ઉપક્રમ રહ્યો છે. શાળા - કોલેજોના સૌ સારસ્વતો માટે આ પ્રેરણાદાયી છે.  તેમનો જન્મ દિવસની મો. નં. ૯૮૭૯૬ ૪૦૪૦૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(1:29 pm IST)