Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

લોધીકા જીલ્લા પંચાયતમાં ભગવો લહેરાતા ઉમેદવારોએ આભાર માન્‍યો

( ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૪ : લોધીકા જીલ્લા પંચાયત પારડી ૨૪ મા જંગી લીડ થી ભાજપનો ભગવો લહેરાવવા બદલ પારડી સિટના માખાવડ પાળ પારડી હરીપર પાળ ઢોલરા મેટોડા રાવકી ખાંભા પીપળીયા પાળ કાંગશીયાળી તરવડા બાલસર વાગુદડ જસવંતપુર  આ તમામ ૧૬ ગામના મતદાર ભાઇ બહેનો યુવા નો તેમજ વડીલો તેમજ આ તમામ ૧૬ ગામના સરપંચ શ્રીઓ ગામના અગ્રણીઓ આગેવાનો તેમજ તાલુકાના તમામ કાર્યકરો સંગઠનના હોદ્દેદારોનો ભાજપને વિજેતા બનાવવા બદલ રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઈ તોગડિયા તેમજ જીલ્લા પંચાયત સદસ્‍ય અલ્‍પાબેન મુકેશભાઈ તોગડિયાએ આભાર માન્‍યો છે.

(12:01 pm IST)