Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

જૂનાગઢ નોબલ સ્કુલે એસએસસી એચએસસી પરિક્ષાના જિલ્લાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની તાલીમ અંગે બેઠક મળી

માઇક્રોપ્લાનીંગ સાથે પ્રેઝન્ટેશન રજૂ કરાયુ શિક્ષકોને કોઇ પ્રકારની અગવડતા ન પડે તે માટે ૩૫ કેન્દ્રોની વ્યવસ્થા ગોઠવતા ઉપાધ્યાય

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૪ : જૂનાગઢની નોબલ હાઇસ્કુલ ખાતે ગઇકાલે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એસએસસી અને એચએસસી પરીક્ષાના જિલ્લાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની તાલીમ અંગે બેઠક મળી હતી. જેમા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રના કો-ઓર્ડીનેટર મનીષાબેન હિંગરાજીયાએ કંટ્રોલરૂમનું પ્રેઝન્ટેશન કરેલ હતુ.

આ બેઠકમાં ૭૦ જેટલા આચાર્યો કેન્દ્ર નિયામકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડની પરિક્ષા પુર્ણ થાય ત્યારે મુલ્યાંકન કેન્દ્રો પર ડબલ મુલ્યાંકન કાર્ય થઇ કઇ કઇ રીતે કામગીરી કરવી તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ માર્ગદર્શન આપ્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઇ તેની ગંભીરતા જોઇ વધારે મુલ્યાંકન કેન્દ્રો ખોલવામાં આવશે. તેમજ જીણામાં જીણો માઇક્રોપ્લાનીંગ કરી પાવરફુલ પ્રેઝન્ટેશન બનાવી બોર્ડની સુચના માર્ગદર્શન મુજબ ગત વર્ષે કોરોના કાળમાં શ્રી ઉપાધ્યાય રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા ત્યારે રાજકોટમાં ૭૨ મુલ્યાંકન કેન્દ્રો શરૂ કર્યા હતા અને તેઓની વહીવટીકોઠા સુઝથી ભુતકાળમાં કયારેય ન થઇ હોય તેવી સુંદર વ્યવસ્થાનુ આયોજન હાથ ધરાયુ છે અને કોઇપણ શિક્ષકોને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે અને જરૂરીયાત મુજબ મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રની વ્યવસ્થા સરકારશ્રીની ગાઇડલાઇનનુ પાલન કરી ઉભી કરાશે. શ્રી ઉપાધ્યાયના અનુભવ અને વહીવટીકોઠા સુઝને લઇ આ વર્ષે સુંદર આયોજન કરાયુ છે અને ૧૯ કેન્દ્રો માંગ્યા છે તેની સામે ૩૫ કેન્દ્રોની વ્યવસ્થા કરાઇ છે અને આ કેન્દ્રો પર પેપર ચકાસણી  દરમિયાન નિરીક્ષકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જીણામાં જીણી બાબતોની કાળજી લેવામાં આવી રહી છે આ બેઠકમાં નોબલ સ્કુલના સંચાલક કે.ડી.પંડયા આચાર્ય રેખાબેન ઓડેદરા, જયશ્રીબેન રંગોલીયા સહિત ૭૦ જેટલા આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આઇશ્રી રણવિરસિંહ પરમાર, મુકેશભાઇ મહેતા, એલ.વી.કરમટા વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ.

(11:51 am IST)