Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગોંડલ પાલિકા ચૂંટણીમાં ભાજપ પક્ષ વિરોધી કામગીરી કરનાર દંપતી છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા ) ગોંડલ, તા. ૪ : ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ક્રિષ્નાબેન રાજુભાઈ તન્ના અને તેમના પતિ રાજુભાઈ તન્ના ગોંડલ શહેરના વોર્ડ નંબર ૧૦ માં રહે છે તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા હોવા છતાં પક્ષવિરોધી કામગીરી કરી હતી.  જે સંગઠનના ધ્યાને આવતા ઉપરોકત દંપતીને ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે સાથોસાથ ચંદુભાઈ દુધાત્રાએજણાવ્યું હતું કે આ ઉપરાંત હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી હોય આગામી દિવસોમાં તેઓને પણ બરતરફ કરવામાં આવનાર છે.

(11:37 am IST)