Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મોરબી : પતિની હત્યા કર્યા બાદ મૃતદેહને દાટી દીધો

આડા સંબંધમાં ખૂની ખેલ ખેલાયો : પોલીસે શંકાના દાયરામા લઈને તપાસ શરૂ કરતાં પોલીસની તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યુ હતું

મોરબી,તા.૩ : મોરબી શહેરમાં એક રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. મોરબીમા એક પત્નીએ પ્રેમી સાથે મળી પોતાના પતિનું કાસળ કાઢી નાખ્યું છે. એકસ્ટ્રા મેરીટલ અફેરના આ કિસ્સામાં પત્નીએ પતિ હત્યા કરી અને તેની લાશને છૂપાવવા માટે ખાડો કર્યો હતો. પત્ની અને પ્રેમીએ મૃતકની લાશને ખાડામાં દાટી અને પુરાવા નાશ કરવાની કોશિષ કરી હતી. જોકે, પોલીસને જાણ થઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બનાવની વિગતો એવી છે કે  મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગર માં પત્ની આરતી ઉર્ફે યાસમિને પ્રેમી સાથે મળીને પતિ શૈલેષને માર મારીને હત્યા નિપજાવી પ્રેમી સાથે મળી મૃતદેહને પ્રેમિના ઘર નજીક અવાવરૂ જગ્યાએ જમીનમાં ખાડો દાટી દીધી હતી. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે ધર માંડીને રહેતી હોવાથી આ બાબતે થયેલા મનદુઃખનો ખાર રાખીને પત્ની અને તેના પ્રેમીએ પતિને ઘરે બોલાવીને હત્યા કરી નાંખયાનું ખુલ્યું છે. મોરબી એલસીબી ટીમના પીઆઈ વી બી જાડેજાને ગઇકાલે એક ખાનગી ફોન આવ્યો હતો જેમાં બાતમીદારે સમાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા જુમાં સાજણ મજોઠીયા ના ઘર નજીક બે દિવસથી ગુમ શૈલેષ નાનજી અગેચણિયા ઉવ ૩૫ રહે કબીર ટેકરી શેરી ન.૫ મોરબી વાળાને હત્યા કરી દાટી દીધો હોવાની ખાનગી બાતમી મળી હતી. જેમાં એલસીબીએ ડિવિઝન પોલીસ ને જાણ કરતા બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયાએ ટીમને મોરબીના કાંતિનગરમાં જઈ તપાસ કરવાનું કહેતા પ્રાથમિક તપાસમાં હકીકતમાં તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મૃતદેહ કોનો છે કયાં દાટ્યો છે એ તપાસ હજુ. પોલીસ માટે કોયડો હતી એ અરસામાં પોલીસને કાંતી નગરમાં રહેતી આરતી ઉર્ફે યાસમીન અને જુમાં સાજણ મજોઠીયાની સંડોવણી હોવાની માહિતી સામે આવતા પોલીસે આરતી ઉર્ફે યાસીમીને શંકાના દાયરામા લઈને તપાસ શરૂ કરતાં પોલીસની તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યુ હતું. બાદમાં એસપી એસ આર ઓડેદરા ,ડીવાયએસપી રાધિકા ભારાઈ,બી ડિવિઝન પીઆઈ આઇ એમ કોંઢિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલતદારની હાજરીમાં ડાટેલી લાશને કાઢવા કવાયત હાથ ધરાઈ હતી જેમાં આ મૃતદેહ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ અંગેચણીયા હોવાની ઓળખ મળી હતી.

(9:19 pm IST)