Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબીમાં ખનીજ ભરેલા વાહનોનો ત્રાસ યથાવત ; ગ્રામજનોએ ટ્રકો રોકી વિરોધ નોંધાવ્યો.

ટીંબડી ગ્રામજનોએ આવા બે ટ્રકો રોક્યા અને બેફામ થતી ખનીજચોરી સામે રોષ ઠાલવ્યો

મોરબી પંથકમાં બેરોકટોક થતી ખનીજ ચોરીને પગલે અનેક ગામના લોકો હાલાકીનો સામનો કરતા હોય છે ખનીજ ભરેલા વાહનો બેફામ ગતિએ દોડતા હોવાથી અકસ્માતનો પણ ભય સતાવે છે ત્યારે ટીંબડી ગામમાંથી પસાર થતા ટ્રકો ગ્રામજનોએ રોક્યા હતા

 મોરબીના ટીંબડીના ગ્ર્મ્જાનોએ કાળા પથ્થર ભરીને જતા બે ટ્રક રોકી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો કાળા પથ્થર ભરી જતા વાહનચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોય અને ઓવરલોડ ભરેલા હોવાથી પથ્થર રોડ પર પડતા હોય છે જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે ત્યારે ટીંબડી ગ્રામજનોએ આવા બે ટ્રકો રોક્યા હતા અને બેફામ થતી ખનીજચોરી સામે રોષ ઠાલવ્યો હતો.

(11:02 pm IST)