Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો : આંતરરાજ્ય નિકાસ શરૂ કરાઈ

માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી અન્ય રાજ્યમાં નિકાસ થઇ

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાંથી ડુંગળીની આંતરરાજ્ય નિકાસ શરૂ કરવામાં આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી અન્ય રાજ્યમાં નિકાસ કરવામાં આવી છે. હાલમાં જ માલગાડીના 21 ડબ્બામાં 900 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે

(10:59 pm IST)