Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

બોટાદના ઢાંકણીયા ગામે નવઘણ જોગરાણા નામના યુવાનનું ગળુ કાપી હત્યાં: સમગ્ર પંથકમાં ખળભળાટ

બે લોકોને ગંભીર ઇજા થતા ભાવનગર હોસ્પિટલ ખાસેડાયા : પોલીસે 6 શખશો વિરુદ્ધ હત્યાંનો ગુન્હો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

બોટાદના ઢાંકણીયા ગામે નવઘણ જોગરાણા નામના 30 વર્ષીય યુવાનનું ગળુ કાપી હત્યાં કરાતા સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી છે. જૂની અદાવતમાં યુવાનની હત્યા કરાઈ છે. બે લોકોને ગંભીર ઇજા થતા ભાવનગર હોસ્પિટલ ખાસેડાયા છે,પોલીસે 6 શખશો વિરુદ્ધ હત્યાંનો ગુન્હો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઢાકણીયા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

   મળતી વિગત મુજબ બોટાદ જિલ્લાના ઢાકણીયા ગામે ગત રાત્રીના 30 વર્ષીય ભરવાડ યુવાનનુ ગળુ કાપી નિર્મમ હત્યાં કરવામાં આવી અને તેની સાથે રહેલા બે લોકોને ગંભીર ઇજા થતા પ્રથમ બોટાદ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવાનની દેડબોડીને પીએમ અર્થે બોટાદ હોસ્પિટલ ખાસેડવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારા આરોપીઓને શોધખોળ શરુ કરી હતી.

(8:24 pm IST)