Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

આમરણ ખાતે ડેમી નદીના પુલ પરથી ઓઇલ ટેન્‍કર ખાબકયાના સાતમા દિવસે લાપતા ડ્રાઇવરનો મૃતદેહ મળ્‍યો

 

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૪: આમરણ ખાતે ગત રવિવારે ડેમી નદીના પુલ પરથી કચ્‍છથી જામનગર તરફ જઇ રહેલું ઓઇલ ટેન્‍કર પુલની રેલીંગ તોડી નીચે પાણી ભરેલ નદીમાં ખાબકયું હતું. જે ઘટનાના આજે સાતમાં દિવસે લાપત્તા ડ્રાઇવર પિયુષકુમાર ફુલસિંહ મીણા (ઉ.વ. રપ) નો મૃતદેહ મળી આવ્‍યો હોવાનું જાણવા મળે છે.

આજે સવારે ગૌભકત અને સામાજિક કાર્યકર બિપીનભાઇ કાસુન્‍દ્રા મેલડી માતાના મંદિરે દર્શને જતા હતા ત્‍યારે પુલ પરથી પસાર થતી વખતે નીચે નદીના પાણીમાં એક તરતી લાશ જોતા નીચે નજદીક જઇ ખાતરી કરતાં માનવદેહ હોવાનું જણાતા ગામ લોકો અને પોલીસને જાણ કરી હતી.

મોરબી ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ રેવન્‍યુ ખાતા દ્વારા આ અગાઉ બે દિવસ સુધી બોટ દ્વારા નદીના પાણીમાં સઘન શોધખોળ ચલાવવામાં આવી હતી પરંતુ મૃતદેહ શોધવામાં સફળતા મળી ન હતી આજે સવારે ઘટના સ્‍થળથી માત્ર આશરે એકસો મીટરના અંતરેથી જ તરતી લાશ મળી આવી હતી

(1:25 pm IST)