Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અમરેલીમાં લોન મેળો

અમરેલી તા. ૪ : પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા નાણાની જરૂરીયાતવાળા માણસોને સહેલાઇથી અને વ્‍યાજબી વ્‍યાજદરે નાણા મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા સુચના આપવામાં  આવેલ હોય, જે અન્‍વયે ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રીગૌતમ પરમારનાઓની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તા.પના રોજ અમરેલી પોલીસ હેડ કવાર્ટસ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાષ્‍ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્‍ય સહકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેનાર છે. અમરેલી જિલ્લાની જાહેર જનતાને, લોન લેવા ઇચ્‍છુક અથવા તો ભવિષ્‍યમાં લોન લેવા માટે ઇચ્‍છા ધરાવતા હોય, તેવા માણસોએ આ લોન મેળામાં હાજર રહી, લોન મેળાનો લાભ લેવા જાણ કરવામાં આવે છે.

(12:55 pm IST)