Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોટી પાનેલીની ખેડૂત પુત્રીએ પીએસઆઇની પરીક્ષા પાસ કરી

  મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી માટે ગૌરવ રૂપી દાખલો એક સાધારણ ખેડૂત પુત્રી એ બેસાડ્‍યો છે જે માટે પાનેલી ગામ ગૌરવ અનુભવી રહ્યું છે આરતી રમણીકભાઇ ભુવા લેઉવા પટેલ સમાજની સામાન્‍ય ખેડૂત પરિવાર માં ઉછરેલી દીકરી કે જેમને પોતાનો પ્રાથમિક તેમજ હાઈસ્‍કૂલ થી બાર ધોરણ સુધીનો અભ્‍યાસ મોટી પાનેલી માંજ કરી સંઘર્ષ પૂર્ણ રીતે રાજકોટ બીબીએ નો અભ્‍યાસ પૂર્ણ  કરતા કરતા પીએસઆઇ નો અભ્‍યાસ અને સખત શારીરિક કસરત દોડ વજન ની જહેમત લઇ પોતાની જાતને ફિટ રાખી સંઘર્ષમય પરિસ્‍થિતિ વચ્‍ચે પીએસઆઇ ની પરીક્ષા માં ઉતીર્ણ આવી પોતાના પરિવાર ની સાથે સમાજ તેમજ ગામનું ગૌરવ વધારતા આજે પોતાના સંઘર્ષ ને સફળ બનાવ્‍યો છે જે આજની દીકરીઓ માટે દાખલા રૂપી બાબત છે પિતા સામાન્‍ય ખેડૂત છે માતા ઘરકામમાં રોકાયેલ હોય પરિવાર માં કોઈ ઉચ્‍ચ અભ્‍યાસ કરેલ ના હોવા છતાં આપબળે નૈતિક હિંમત અને દ્રઢ મનોબળ કેળવીને આ સિદ્ધિ હાંસલ કરેલ હોય અને એ પણ અત્‍યારે જયારે શહેરી વાતાવરણ માં ભણતરનો ક્રેઝ જે રીતે વધ્‍યો છે તે લોકમાનસ માટે પણ દાખલો છે કે જો આત્‍મબળ અને દ્રઢ સંકલ્‍પ કરો તો ગામડામાં અભ્‍યાસ કરીને પણ શિખર સર કરી શકાયઃ છે અને એ આ દીકરી આરતીએ કરી બતાવેલ છે દીકરીએ પીએસઆઇની પરીક્ષા ઉતીર્ણ કરતા સામાન્‍ય ખેડૂત એવા રમણીકભાઇ તેમજ માતા હંસાબેન ની આંખોમાં હર્ષના અશ્રુ આવી ગયા હતા અને ખુશી ખુશી માં આજુબાજુ માં બધાને દીકરીની સિદ્ધિના સમાચાર આપી સર્વોનાં મોઢા મીઠાં કરાવ્‍યા હતા પાનેલી ગામના લોકોમાં પણ ગૌરવ ની લાગણી પ્રસરતા હરકોઈ એ દીકરીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્‍યા હતા હાલ આરતી ભુવા ને ગાંધીનગર ટ્રેનિંગ પિરિયડ માટે ઓર્ડર થયેલ છે.રમણીકભાઇ ભુવા એ ખેતી કરતા કરતા પોતાના બન્ને સંતાનોને અભ્‍યાસ કરાવી પોતે હજુપણ ખેતી કરી રહ્યા છે. (તસ્‍વીર-અહેવાલ : અતુલ ચગ મોટી પાનેલી)

(11:51 am IST)