Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સોમનાથમાં યજ્ઞોપવિત્‌ની બટુક યાત્રામાં રાષ્‍ટ્રભક્‍તિના દર્શન

  પ્રભાસ પાટણ  : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ બિરાજમાન છ.ે તેવી ભૂમિમાં એક યજ્ઞોપવિત્‌ની બટુકયાત્રામાં તિરંગાની આનબાનશાનના દર્શન થયા હતા. સોમનાથના દિનેશભાઈ વૈદ્ય ના પૌત્ર ક્રિશગ જાગળત વૈદ્ય ની યજ્ઞોપવિત્‌ અવસર સોમનાથ ખાતેતાજેતરમાં યોજાયો હતો આ અવસર જે દિવસે હતો તે દિવસે યોગાનુયોગ આપણો પ્રજાસતાક દિવસ હતો તેથી સૌ દેશભક્‍તિ ના રંગે રંગાયેલા તે સમયે આ યજ્ઞોપવિત ની બટુકયાત્રામાં ચી ક્રિશગએ તિરંગા સાથે ખેસ પહેરી આ રાષ્‍ટ્રીય મહાપર્વ ની ઉજવણી કરી હતી અને આ બટુકયાત્રામાં ખાસ દેશભક્‍તિ ના ગીતોના સૂર રેલાયા હતા અને સૌએ માન સાથે ઝૂમ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ભાસ્‍કર વૈદ્ય,  પ્રભાસ પાટણ )

(11:49 am IST)