Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ભાવનગર નજીક ફેક્‍ટરીમાં આગ

ભાવનગર, તા.૪: સિહોરના ઘાંઘળી પાસે આવેલા કે.બી. સ્‍પાર્ક નામની ફેક્‍ટરીમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ફાયર બ્રિગેર ના સ્‍ટાફે  ભારે જહેમત બાદ આગ ને કાબુમાં લીધી હતી.

 જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના સિહોરના ઘાંઘળી પાસે આવેલ કે.બી.સ્‍પાર્ક નામની ફેક્‍ટરી માં અચાનક લોખંડના ભંગારમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.

આ બનાવની ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સહિત ફાયર કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો.અને૧૮ કલાકની ભારે જહેમત બાદ હજારો લિટર પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી.

(11:40 am IST)