Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જસદણ વણિક અગ્રણી દિલીપભાઇ કલ્‍યાણીનું વિશિષ્‍ટ સેવા બદલ સન્‍માન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ,તા. ૪ : જસદણ મોઢ વણીક જ્ઞાતિ સમાજની વાડી ખાતે માતંગી પાટોત્‍સવ સમિતિ દ્વારા મોઢેશ્વરી માતાજીના પાટોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર આયોજનમાં વિશિષ્‍ટ સેવા કરનાર જ્ઞાતિ અગ્રણી દિલીપભાઇ શશીકાંતભાઇ કલ્‍યાણીનું માતંગી પાટોત્‍સવ ઉજવણી સમિતિ જસદણના હેમલભાઇ બાબરીયા, પિયુષભાઇ રાઠોડ, ધવલભાઇ ગાંધી, ધવલભાઇ જીવાણી સહિતની ટીમ દ્વારા શાલ ઓઢાડીને વિશિષ્‍ટ સેવા બદલ જસદણનાં સમગ્ર વણિક જ્ઞાતિજનોની ઉપસ્‍થિતીમાં સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(10:49 am IST)