Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને બાબરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ થશે

અમરેલી:રાજ્યમાં થઈ રહેલા વિકાસકાર્યોની શ્રૃંખલાના ભાગરૂપે સરકારના પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં બાબરા ખાતે તાલુકા પંચાયતના નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે રુ. ૨૪૦ લાખના ખર્ચે તૈયાર થયેલા તાલુકા પંચાયત ભવનનું શનિવાર તા. ૦૪ ફેબ્રુઆરીના રોજ  સવારે ૧૦.૩૦ કલાકે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ થશે.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા ઉપસ્થિત રહેશે. લાઠી-બાબરા મત વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના સદસ્યઓ, સર્વે અધિકારીઓ, મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહેશે.

(1:15 am IST)