Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પાકિસ્તાનની જેલમાં માછીમારોની દરરોજ મારકુટ

જેલમાંથી છુટીને આવેલ પોરબંદરના માછીમાર રમેશભાઇએ વિતક કથા સંભળાવી

પોરબંદર તા.૪ : પાકિસ્તાનની જેલમાંથી મુકત થઇ આવેલ સુભાષનગરના માછીમાર રમેશભાઇ ભગવાનભાઇ ચૌહાણે પોતાની ઉપર વિતી ગયેલ યાતના યાદ કરતા જણાવેલ કે, પાકિસ્તાનની જેલમાં માછીમારોની હાલત સારી નથી. દરરોજ મારકુટ અને અપમાન સહન કરવા પડે છે.

જેલમાં સવારે એક સુકી રોટલી, બપોરે ર રોટલી અને શાક તથા સાંજે ર રોટલી અને ખીચડી અપાય છે. એકરૂમમાં ૧૩૦ કેદીઓને રાખવામાં આવે છે. ૧૮ વર્ષથી નીચેના માછીમારોને જેલની બહાર અન્યત્ર લઇ જવાય છે. માથુ દબાવવુ, માલીસ કરવા ઉપરાંત ગંદા પ્રકારની હરકતો કરાય છે.

રમેશભાઇ પોતે ૯ માસ જેલ ભોગવી હોવાનુ તથા પુત્રના લગ્ન હોય આર્થિક મુશ્કેલી દુર કરવા ફિશીંગમાં ગયેલ હોવાનું જણાવેલ હતુ.

(3:53 pm IST)