News of Thursday, 4th January 2018

લીંબડી પાસે અકસ્માતમાં ૩નાં મોતથી અરેરાટી

 વઢવાણ : રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કાલે મોડી સાંજના કારનું વ્હીલ ફાટતા કાર પલ્ટી જવાથી ૩ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે આ અકસ્માતમાં બે દંપતિ ખંડિત થતા ઘેરો શોક છવાયો છે. આ અકસ્માતમાં મુળ કચ્છના હાલ હૈદરાબાદ સ્થિત પટેલ પરિવારના ૩ વ્યકિતના મોત નીપજયા હતાં. મૃતકોમાં લલીતભાઇ પટેલ (ઉ.૩૪) દિપાલીબેન પટેલ (ઉ.ર૮), કિર્તીબેન પટેલ (ઉ.૩૭) ના મોત નીપજયા હતા જયારે રાજશેખરભાઇ (ઉ.૩૩), કિરણભાઇ (ઉ.૩પ), મુસ્કાનબેન (ઉ.૩૪) ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.  (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(3:53 pm IST)
  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હિન્દી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો દેવડાવવા માટે જરૂરી ખર્ચ કરવા તૈયાર છે, પરંતુ તેમાં યુએનના નિયમો અવરોધરૂપ છે. વાસ્તવમાં, યુએનમાં સત્તાવાર દરજ્જો દેવડાવવા માટે 193 દેશોમાં 129 દેશોનું સમર્થન જરૂરી છે. access_time 10:12 am IST

  • મુંબઈના મરોલ વિસ્તારની મૈમુલ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ કુટુંબના ચાર લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે access_time 9:07 am IST