News of Thursday, 4th January 2018

મોરબી-૨ સામાકાંઠો એસ.ટી.બસ સ્ટેન્ડ બનાવવા માંગણી

મોરબી તા.૪: મોરબી-૨ સામાકાંઠા વિસ્તારમાં દરરોજ અહીયાથી અમદાવાદ તથા ઉતર ગુજરાતમાં જવા માટે એસ.ટી બસો મળે છે. પરંતુ ત્યાં મુસાફરોને બેસવા માટે સગવડતા નથી તેમજ મુસાફરને કોઇ ટાઇમ ટેબલ પુછવા માટે કોઇ ત્યાં કર્મચારી મુકવામાં આવેલ નથી તેમજ અહીયા છાપરૂ બનાવવામાં આવેલ  છે.

ઉનાળા-ચોમાસામાં તથા શિયાળામાં મુસાફર જનતા પરેશાન થાય છે. એસ.ટી.નિગમ મોટી મોટી વાતો કરે છે. પરંતુ મુસાફરને સગવડતા આપવામાં આજના યુગમા કોઇપણ સુવીધા નથી અહીંયા હાઉસીંગ બોર્ડથી દરરોજના ૩૫૦૦ મુસાફરોની અવર જવર છે. જેથી અહીયા કન્ટ્રોલ કેબીન મુકવી એસ.ટી.એ. જરૂરી છે.

મુસાફર જનતા હેરાન પરેશાન થઇ અને પ્રાઇવેટ વાહનનો આશરો લઇ અને એસ.ટી.ને નુકશાન થાય છે મોરબી-૨માં દોઢથી બે લાખની વસ્તી છે. અસંખ્ય કારખાનાઓ આવેલા છે. લાદી અને ટાઇલ્સ માટે અહીયા અન્ય રાજયોમાંથી વેપારીઓ આવે છે. પરંતુ બસ સ્ટેન્ડની પુરતી સુવીધા ન હોય લાચાર બની જાય છે એસ.ટી.સતાવાળાઓ તાત્કાલીક યોગ્ય કરે તેવી માંગણી  માજી એસ.ટી. સલાહકાર પી.પી.જોષીએ કરેલ છે.

મહેતા આટ્ર્સ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આટ્ર્સ કોલેજ, એમ.એમ. સાયન્સ કોલેજ અને શ્રી મતિ જી.જે.શેઠ કોમર્સ કોલેજના સંયુકત ઉપક્રમે હેલ્થ અવરનેશ, બ્લડ ડોનેશન અને થેલેસિમીયા ટેસ્ટ એમ ત્રિવિધ કાર્યક્રમ યુ.એન.મહેતા આર્ટસ કોલેજ સેમીનાર યોજાયો હતો.

અધ્યક્ષ સ્થાને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઇ મહેતા ઉપસ્થિત રહેલા આ કેમ્પના ઉદઘાટક ડો.ગરમોરા, સાથોસાથ બ્લડ ડોનેશન અને થેલેસિમીયા ટેસ્ટ માટે આવેલ મેડિકલ ટીમના ડો.નિલેશ ભારતીય, ડો.કૃતિ મહેતા, અંકિતભાઇ વાસ્તવ, કેમ્પસ ડાયરેકટર શ્રી જોષી સયાન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.પરમાર, ડો.કંઝારિયા, એન.એન.સી ઓફિસ ડો.શર્મા વગેરે ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમનો આરંભ સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ. કાર્યક્રમના ઉદઘાટન ડો.ગરમોરા, અધ્યક્ષશ્રી રજનીભાઇ, ડો.કંઝારિયા, ડો.પરમાર, મહેમાન વગેરે દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખૂલ્લો મુકવામાં આવેલ.

આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો.એલ.એમ.કંઝારિયા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી આવકાર આપવામાં આવેલ તેમ જ પ્રસ્તૃત ત્રિવિધ કાર્યક્રમનો હેતું જન જાગૃતિ અંગેનો છે. એ સમજાવતા એમણે ઉપસ્થિત શ્રોતાજનો અને વિદ્યાર્થીઓને આરોગ્ય અંગે જાગૃત થવા હાકલ કરતા સ્વાસ્થ એ જ જીવનનું પરમસુખ છે એ અંગે સભાનતા કેળવવા અનુરોધ કરેલ હતો.

(11:23 am IST)
  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST