Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ગોંડલમાં ગીતાબા જાડેજાનું પાલિકા તંત્ર દ્વારા સન્માન

 ગોંડલ વિધાનસભાની બેઠક પર તાજેતરમાં જ પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા ગીતાબા જયરાજસિંહ જાડેજાનું ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે પાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, બાંધકામ શાખા ચેરમેન આસિફભાઈ જીકારીયા, દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, સદસ્યા ક્રિષ્નાબેન તન્ના તેમજ કૌશિકભાઈ પડાળીયા સહિતના સદસ્યો હાજર રહ્યા હતા અને ધારાસભ્યને ફુલહાર પહેરાવી બહુમાન કર્યુ હતું અને ધારાસભ્યના હસ્તે આવાસ યોજના ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું (તસ્વીર-અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય-ગોંડલ)

(11:19 am IST)