Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સાવરકુંડલા : શેલણા મુકામે શાળા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયેલ

 સાવરકુંડલા : સરકારશ્રીના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શેલણા મુકામે પ્રા.શાળામાં જાગૃત સરપંચશ્રી કાળુભાઇ લુણસર દ્વારા  દિપ પ્રાગટય કરી ઉદઘાટન કરવામાં આવ્યું સરપંચશ્રી કાળુભાઇ લુણસર દ્વારા કોઇપણ બાળક આરોગ્ય તપાસણીમાં બાકી રહી ન જાય તે બાળકોને સમજાવ્યું. મોટા ઝીઝુડા પ્રા. આ. કેન્દ્રના આર. બી. એસ. કે. મેડીકલ ઓફીસર ડો. હિરલબેન ઠુમર દ્વારા બળાકોને કેન્સર, કીડની અને તુટેલા હોઠ અને તાળવા વિશે સમજાવવામાં આવ્યું. પ્રા. મા. કેન્દ્ર મો. જીજુડા મેઇલ સુપરવાઇઝર દ્વારા સાફ સફાઇ, બાળકોને આરોગ્ય તપાસણી અને હાથ ધોવાની પધ્ધતિ વિશે સમજાવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રા. શાળા થેલણા આચાર્ય સુરેશભાઇ ગોહીલ, શિક્ષક સ્ટાફ તથા ફી મેઇલ સુપરવાઇઝર સી. એન. અગ્રાવત તથા આર. બી. એસ.કે ડો. પ્રકાશભાઇ  ચૌહાણ, એમ. પી. એચ. ડબ્લ્યુ. હિંમતભાઇ પરમાર, એફએચડબલ્યુ રસીલાબેન શેત્રાણીયા તથા આશાબહેનો કાર્યરત રહ્યા હતાં. તથા જાગૃત સરપંચશ્રી કાળુભાઇ લુણસરની હાજરીમાં રોહિત રમેશ ચુડાસમા ને ડાયાબીટીસની તકલીફ હોય તેમને આટલી એસ. કે. મેડીકલ ઓફીસર ડો. હિરલબેન ઠુમર દ્વારા તપાસ કરી રીફર કરવામાં આવેલ તસ્વીરમાં ઉપસ્થિત ડોકટરો તથા બાળકો નજરે પડે છે.

(9:57 am IST)