News of Thursday, 4th January 2018

વિશ્વકર્મા સમાજના શહીદ જવાન જીજ્ઞેશ પંચાલની સ્મૃતિમાં અમદાવાદમાં રવિવારે વિરાંજલી

 ધોરાજી તા.૪ : અમદાવાદ વિશ્વકર્મા વંશજના આયોજક અશ્વિનભાઇ ચૌહાણએ જણાવેલ કે વિશ્વકર્મા સમાજનો યુવાન પુત્ર મોડાસા તાલુકાના લીભોઇ ગામનો રહેવાસી આર્મીમેન જીજ્ઞેશકુમાર પંચાલ દેશ સેવા કાજે સરહદ ઉપર દુશ્મનોને ઇટનો જવાબ પથ્થરથી આપવા માટે દેશ કાજે શહીદ તા.ર૧-૧૧-ર૦૧૭ના રોજ થતા સમગ્ર વિશ્વકર્મા સમાજમાં શોકની લાગણી સર્જાઇ હતી અને દેશની સેવામાં વિશ્વકર્મા સમાજ પણ પાછળ નથી અને દેશ માટે વિશ્વકર્મા સમાજના નવ યુવાનો જોડાઇ એવા રાષ્ટ્ર ભાવનાથી તા.૭-૧-ર૦૧૭ને રવિવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે ચાંદલોડીયા પઢીયાર પંચાલ સમાજની વાડી વિશ્વકર્મા મંદિર ગોળા રોડ-ચાંદલોડીયા બ્રીજ પાસે અમદાવાદ ખાતે વિરાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

જેમાં મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ (જુનાગઢ ભવનાથ સરખેજ) મહામંડલેશ્વર શ્રી કલ્યાણ ભારતીબાપુ (સરખેજ અમદાવાદ), રાષ્ટ્રીય સંતશ્રી અમરદાસબાપુ (વિરપુર પાલનપુર), મહંતશ્રી નિશ્ચલદાસજી (સીસોદ્રા તા.રાજપીપળા), સ્વામીશ્રી દિત્યાનંદજી (ગુરૂ સેવા આશ્રમ નાના ચિભોડા), પૂ.શ્રી રમેશચંદ્ર પંચાલ (કથાકાર મોપદ સાબરકાંઠા) વિગેરે સંતો-મહંતો પધારી વીર શહીદ જવાનને શ્રધ્ધાંજલી આપશે.

તેમજ ગુજરાતભરમાંથી રાજકીય અગ્રણીઓ વિશ્વકર્મા સમાજના પ્રમુખો, વિશ્વકર્માસમાજ દેશાવર મંદિર-ધર્મશાળા-વાડીઓના પ્રમુખો-ટ્રસ્ટીશ્રીઓ સરકારી અધિકારીશ્રીઓ આર્મી-લશ્કરના જવાનો ખાસ ઉપસ્થિત રહેશે.

તેમજ વિશ્વકર્મા સમાજના મીડીયા અગ્રણીઓ જયંતભાઇ પંચાલ-અમદાવાદ, મનોજભાઇ ચૌહાણ (સુરત), પરેશભાઇ દાવડા (રાજકોટ), કિશોરભાઇ રાઠોડ-ધોરાજી, રાજેન્દ્રભાઇ પંચાલ (અમદાવાદ), ભરતભાઇ રાઠોડ-ભાવનગર, અંકિતભાઇ મકવાણા-અમદાવાદ, બીપીનભાઇ જાદવાણી (અમદાવાદ), હાર્દિક પંચાલ (અમદાવાદ), ગાયત્રીબેન પંચાલ (ગાંધીનગર), હિતેશભાઇ મીસ્ત્રી (સુરત), બળદેવભાઇ સુથાર (સુરત), દિપેનભાઇ પઢીયાર (અમદાવાદ), અશ્વિનભાઇ પંચાલ (વિસનગર), મહેન્દ્રભાઇ સુથાર (કચ્છ), કાંતીભાઇ વઘાસીયા, પ્રવિણભાઇ ગજ્જર (રાજકોટ), શૈલેષભાઇ પીઠવા (કચ્છ), પ્રવિણભાઇ કવૈયા-રાજકોટ, પ્રવિણભાઇ મકવાણા (અમરેલી) વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

વિરાંજલી વીર કાર્યક્રમમાં ભજન સંધયા (ડાયરા)નું આયોજન કરેલ છે. જેમાં ગુજરાતભરના કલાકારો નરેશભાઇ પંચાલ (રાણીપ) રાગીણી કેતુલ પંચાલ (રાણીપ), ઘનશ્યામભાઇ ગઢવી (કવિ અમદાવાદ), આશાબેન કારેલીયા (સાવરકુંડલા), પ્રવિણભાઇ પંચાલ (મુંબઇ), શૈલેષભાઇ પીઠવા-રાજકોટ, દિનેશભાઇ ગજ્જર (ભાંભર), પિયુષભાઇ લુહાર (મહુવા), દિનેશભાઇ ગજ્જર (સુરેન્દ્રનગર), પ્રવિણભાઇ પંચાલ (હિંમતનગર), વિશાલ પંચાલ (ચાંદલોડીયા), રમેશભાઇ પંચાલ અમદાવાદ વિગેરે કલાકારો વીર શહીદ જવાનને લોકગીત-ભજન-સાહિત્ય દ્વારા શ્રધ્ધાંજલી આપશે.

ઉપરોકત વિરાંજલી કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે જે માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા સમસ્ત વિશ્વકર્મા વંશજ દ્વારા જહેમત ઉઠાવેલ છે.(૩-૧)

 

(9:38 am IST)
  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST