Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

સુરેન્દ્રનગરના બોડિયા ગામ પાસે સાબુની ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી :લાખોના નુક્શાનની આશંકા

શોર્ટસર્કીટને આગ લાગ્યાનું તારણ ;ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે :

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના બોડિયા ગામ પાસે સાબુની ફેકટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે આગની ઘટનાને પગલે લાખોના નુક્શાનની આશંકા સેવાઈ રહી છે મળતી વિગત મુજબ બોડિયા ગામ પાસે આવેલ સાબુની ફેક્ટરીમાં સોર્ટસર્કિટ કારણે આગ લાગી હતી ઘટના અંગે જાણ થતા  ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને  આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હત. આગના કારણે કોઇ જાન હાની ન થઇ હોવાની માહિતી મળી હતી. લાખો રૂપિયાના નુકસાનની આશંકા દર્શાવાય રહી છે.

 

(11:35 pm IST)