News of Wednesday, 3rd January 2018

જુનાગઢમાં રાત્રે સોની પરીવારનાં ઘરમાં ઘુસી ૭ શખ્સોની હથીયારની અણીએ ધમકી

મકાનના પૈસાનો હવાલો પતાવવા કરી લુખ્ખાગીરી

 જુનાગઢ, તા., ૩: જુનાગઢમાં ગત રાત્રે સોની પરીવારના ઘરમાં ઘુસી ૭ શખ્સોએ હથીયારની અણીએ મહિલાઓ સહિતનાં પરીવારજનોને ધમકી આપી સનસની મચી ગઇ હતી.

આ બનાવની વિગતોએવી છે કે જુનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ રોયલ પાર્કના બ્લોક નં. ૩૦૪ માં રહેતા લાડકેશભાઇ વિનોદ પાટડીયા (ઉ.વ.૩ર) નામના સોની વેપારીના ઘરમાં ગત રાત્રે પાદરીયાનો ચેતન મારૂ તથા તેનો ભાઇ કેતન અને ખલીલપુર રોડનો નિક્ષય સોની, ભગવાનજી કારેણા, અનીલ કોળી (પ્લાસવા) મીરાનગરનો હરેશ કોદાવલા સહીતના શખ્સો ઘુસી ગયા હતા.

આ શખ્સોએ ધારીયુ અને લાકડાના ધોકા બતાવી પરીવારની મહિલાઓને બતાવી અને ત્રણેય ભાઇઓને કાપી નાખવાના છે તેવી ધમકી આપી હતી.

આ પ્રમાણે આતંક મચાવીને તમામ શખ્સો ઇનોવા કાર અને બુલેટ મોટર સાયકલ પર બેસીને નાસી ગયા હતા.

આ બનાવની જાણ થતા બી ડીવીઝનનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

આ અંગે લાડકેશ પાટડીયાએ એવા મતલબની ફરીયાદ કરેલ કે તેમણે પિયુષ પટેલ પાસેથી રહેણાંક માટેના બે બ્લોક રૂ. ર૮ લાખમાં રાખેલ. જેમાં ૧ બ્લોકનાં બાકી પૈસાના ચેક આપેલ જેનો હવાલો પતાવવા માટે સાતેય શખ્સોએ ઘરમાં ઘુસી આવીને ધમકી આપી હતી. બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે.

(3:55 pm IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • દલીતો ઉપરના અત્યાચારના વિરોધમાં ધોરાજીમાં એક યુવકે શર્ટ કાઢીને નવતર વિરોધ વ્યકત કર્યો હતો અને ગળામાં માટીની માટલી પહેરીને સરકાર સામે આક્રોશ વ્યકત કરીને દલીતો ઉપર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા access_time 5:29 pm IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST