Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

પોરબંદરમાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ

(પોરબંદર, તા. ૩ :. બોખિરા તુંબડા વિસ્તારમાં રહેતા દિલીપ રામજીભાઈએ વ્યાજે લીધેલા ૨ લાખના ૧૦ ટકા વ્યાજ સહિત રકમ ભરી આપવા આરોપી મુકેશ કારૂભાઈ દલાલી કરતા હોય ત્રાસી જઈને ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયેલ છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દિલીપ રામજીભાઈએ ફરીયાદમાં વ્યાજખોરે આ રકમ નાણા ધીરધાર નિયમ વિરૂદ્ધ આપીને ત્રાસ આપતા હોવાનું જણાવેલ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST