Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

મોરબી જિલ્લામાં અન્નપૂર્ણા યોજનાની કામગીરી પ્રશ્ને કલેકટરને રજૂઆત

મોરબીમાં રવિવારે ફ્રી નિદાન કેમ્પઃ ૧૧મીએ પેન્શનર સમાજની સાધારણ સભા

મોરબી તા. ૩ : મોરબી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડમાં સરકારી યોજના ઘણા સમયથી બંધ હોવાથી આ મામલે સામાજિક કાર્યકરે જીલ્લા કલેકટરને રજૂઆત કરી યોજના પુનઃ શરૂ કરવાની માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું છે કે અન્નપુર્ણા યોજના દ્યણા સમયથી બંધ હોય જેથી અરજદારો યોજનાથી વંચિત રહી ગયા છે. મામલતદાર કચેરીમાં રેશનકાર્ડમાં અન્નપુર્ણા યોજના દ્યણા સમયથી બંધ થયેલ છે જે અંગે અરજી અને રજૂઆત ઉપરાંત રાશનકાર્ડ માટે પ્રિન્ટ વ્યવસ્થા દુર કરી પ્રજાને પરવડે તેવી પદ્ઘતિ દાખલ કરવાની માંગ કરી છે.

ફિંગર પ્રિન્ટને પગલે લોકોને અનેક તકલીફો પડે છે અને વડીલોને કચેરીએ ધક્કા ખાવા પડે છે જેથી અન્નપુર્ણા યોજનાના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા તથા ટી.ડી.પટેલ (ઓમશાંતિ વિદ્યાલય)ના આર્થિક સહયોગથી ફ્રી નિદાન કેમ્પ તા.૭ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી બપોરે ૪ વાગ્યા સુધી ઓમશાંતિ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પેન્શનર સમાજની સાધારણ સભા ૧૧મીએ

 મોરબી જીલ્લા પેન્શનર સમાજ દ્વારા તા. ૧૧ને ગુરૂવારે સવારે ૯.૩૦ કલાકે લોહાણા વિદ્યાથી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરેલ છે. જેમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા તિજોરી અધિકારી કીર્તીબા વાદ્યેલા, રાજકોટ હિસાબનીશ અધિકારી આર.જે.માંડલિયા અને ગુજરાત પેન્શનર સમાજ પ્રમુખ શિવપ્રસાદ જોષી ઉપસ્થિત રહેશે. વાર્ષિક સાધારણ સભામાં દરેક સભ્યોએ ઉપસ્થિત રહેવા પેન્શનર સમાજના પ્રમુખ મગનભાઈ વરસડાની યાદીમાં જણાવ્યું છે.

પોસ્ટ ઓફિસ કર્મચારીની દાદાગીરી બાબતે રજૂઆત

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જનરલ પોસ્ટમાસ્તર ને રજૂઆત કરવામાં આવી છે કે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ, રીકરીંગ યોજના, એન.એસ.સી, કે.વી.પી જેવી યોજનાઓમાં નાણાં ઉપાડવા તેમજ અન્ય કામો માટે જે તે વ્યકિતને ફરજિયાત હાજર રાખવા આગ્રહ કરી લોકોનો સમય બગાડવામાં આવતો હોય છે અને અગાઉ પોસ્ટ કર્મચારીઓની દાદાગીરી સંદર્ભે રાજકોટ પોસ્ટ માસ્તરને અનેક વખત રજુઆત કરવા છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. સમયસર યોગ્ય નિર્ણય લેવા અમદાવાદ પોસ્ટમાસ્તર જનરલને રજૂઆત કરવામાં આવી છે.

નવયુગ લો કોલેજનું ઝળહળતુ પરિણામ

મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા લો કોલેજ શરૂ કર્યાના પ્રથમ વર્ષે જ જીલ્લામાં ડંકો વગાડીને ટોપ ફાઈવમા નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ ઝળકયા છે જેમાં પત્રકાર અતુલ જોશી સહિતના વિધાર્થીઓએ બાજી મારીને મોરબીમાં લો નો નવો સૂર્ય ઉગાડ્યો છે.

લો ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ જાહેર થતા મોરબીની નવયુગ લો કોલેજના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે,જેમા મોરબી જીલ્લામા વિડજા મિત્ત્।લ દિપકભાઈએ ૭૧.૪૦ ટકા સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, દ્વિતિય નંબર પર ૭૧.૨૦ ટકા સાથે ડાંગર મેઘના કનુભાઈ,તૃત્ત્િ।ય નંબર પર ૭૧ ટકા સાથે અમૃતિયા કાજલ મનસુખભાઈ અને કુંડારીયા ધારા વાણુભાઈ,ચતુર્થ નંબર પર ૭૦ ટકા સાથે ગોલતર મોનીકા રમેશભાઈ અને પાંચમા નંબર પર ભાડજા નિરાલી મનસુખભાઈ અને જોશી અતુલકુમાર મુકુંદરાય ૬૯.૪૦ ટકા સાથે ઉત્કૃષ્ઠ પરિણામ મેળવ્યા છે.આ સિવાય નવયુગ લો કોલેજમાંથી ૬૫થી વધુ ટકા મેળવનાર ૩૦ વિદ્યાર્થીઓ,અને ૬૦ ટકા થી વધુ મેળવનાર ૧૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

(12:45 pm IST)