Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

પાટડીના બજાણા પાસે પેટ્રોલ પંપ ઉપર લૂંટ - માર મારવાની ઘટનાઃ ૩ ઝડપાયા

વઢવાણ તા. ૩ : થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના બજાણા  પાસે રાત્રીના સમયે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પમ્પ પર આવી હુમલો કરી ત્યાં રહેલ માણસને ગંભીર જીવલેણ હુમલો કરી ઘાયલ કરી પેટ્રોલ પંપે થી લૂંટ કરી હતી અને પમ્પ ઉપર નોકરી કરતા બે કર્મચારીને માર મારી લૂંટ કરનાર ૩ શખ્સોની પોલીસે ધડપકડ કરી છે.

જેમાં એલસીબી, એસઓજી અને પેરોલ ફલો સ્કોડને સફળતા મળી છે. મહેસાણા, ભુજ અને વારાહી એમ ત્રા જીલ્લામાંથી અલગ અલગ ટીમો બનાવી કરી ધરપકડ કરી ૩ શખ્સોની અટકાયત કરી છે.

(12:42 pm IST)