Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

'ભાભુ રીટાયર થાય છે' રાજકોટના કલાકારોનું નાટક શનિવારે અમરેલીમાં, ૮મીએ જામનગર

રાજકોટ તા.૩: ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીની સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત દિગ્દર્શક મૃણાલિની ભટ્ટ આકાર ઇવેન્ટસ રાજકોટ પ્રસ્તુત 'ભાભુ રિટાયર થાય છે' નાટક તારીખ ૦૬ ને શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે શ્રી દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ, અમરેલી ખાતે એક પ્રયોગ રજુ થનાર  છે.

રાજકોટના ખ્યાતનામ કલાકારોઃ અનિલ પરમાર, અનિષ કચ્છી, હાર્દિક મહેતા, મેહુલ વૈશ્નવ, રમીઝ સાલાણી, ગૌતમ જોષી ચેતસ ઓઝા, જય કોટક, દિવ્યેશ સાગઠીયા, ભરત પરમાર, ગીતાંશ સ્વાદિયા, કલ્પેશ બોઘરા, દિનેશ બાલાસરા, હેતાંગ વૈશ્નવ, ખુશ્બુ કાસુંદ્રા, શ્રીયા જોષી, મૃણાલિની ભટ્ટ તેમજ પ્રોડકશન મેનેજરઃ કિરણ જોશી તથા દિનેશ બાલાસરા, કોસ્ચ્યુમઃ ફાલ્ગુની મહેતા, મેકઅપઃ દિલીપ પાડલીયા, સંગીતઃ લાઇટ સંચાલનઃ રમીઝ સાલાણી, ધ્વની મુદ્રણઃ રૂદ્રાક્ષ સ્ટુડિયો, સેટીંગ્ઝઃ ચિરાગ સચદે, નેપથ્યેઃ સલીમ વારૈયા, જેના લેખકઃ વિનોદ સરવૈયા (મુંબઇ), અને સંગીતઃ પંકજ ભટ્ટએ કરેલ છે. તેમજ આ આખા પ્રોજેકટનું સંપૂર્ણ માર્ગદર્શનઃ નયન ભટ્ટનું છે.

મહેમાનોઃ શ્રી પરેશભાઇ ધાનાણી (ધારાસભ્ય અમરેલી) શ્રી વીરજીભાઇ ઠુંમર (ધારાસભ્ય લાઠી, બાબરા), જે.વી.કાકડીયા (ધારાસભ્ય ધારી), શ્રી પ્રતાપ દુધાત (ધારાસભ્ય સાવરકુંડલા),શ્રી અમરીષ ડેર (ધારાસભ્ય રાજુલા)તેમજ શ્રી ભીખુભાઇ વોરા (શ્રી મહિલા મંડળ અને બાળ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, વડીયા, જી.અમરેલી) ઉપસ્થિત રહેશે. આ નાટકના અન્ય એક પ્રયોગ તા.૦૮ ને સોમવારના રોજ જામનગર ખાતે અને તા.૧૦ ને બુધવારેના રોજ રાજકોટ ખાતે આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, જુનાગઢ તેમજ ભાવનગરમાં રજુ થનાર છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ભીખુભાઇ વોરા (શ્રી મહિલા અને બાળ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-વડિયા જી.અમરેલી) જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:26 am IST)
  • લોકસભામાં એક લેખિત જવાબમાં, રેલવેના રાજ્ય પ્રધાન રાજન ગોહૈને જણાવ્યું હતું કે ટિકિટ બુકિંગ માટે આધાર નંબર ફરજિયાત બનાવવા માટે કોઈ દરખાસ્ત નથી. જો કે, 1 જાન્યુઆરી, 2017થી વરિષ્ઠ નાગરિકો માટે રાહતભાવની રેલવે ટિકિટોના બુકિંગ માટે આધાર નમ્બરની નોંધણી સ્વૈચ્છિક ધોરણે રજૂ કરવામાં આવી છે. access_time 10:00 am IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST