Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

આજે કોંગ્રેસ પ્રદેશની મિટીંગ મળી રહી છે ત્યારે

કુંવરજીભાઇ બાવળીયાને વિધાનસભા વિપક્ષના નેતા ન બનવાય તો કોંગ્રેસને માઠા પરીણામો ભોગવવા પડશેઃ બોટાદ કોળી સમાજ

રાજકોટ તા.૩: વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદ માટે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ લગભગ નક્કી છે. ત્યારે વિપક્ષના નેતાપદ માટે કોળી સમાજે જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાનું નામ પણ આગળ મુકતા કોંગ્રેસ હાઇકમાન્ડ મુંઝવણમાં મુકાઇ ગયું છે.

બોટાદમાં કોળી સમાજના આગેવાનોએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે જો કુંવરજીભાઇ બાવળીયાને વિપક્ષના નેતા બનાવવામાં ન આવે તો કોંગ્રેસ તેના માઠા પરીણામ ભોગવવા તૈયાર રહે તેવી ચિમકી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરના ભાજપના ધારાસભ્ય અને મંત્રી પરસોતમભાઇ સોલંકીને સામાન્ય પદ મળતા કોળી સમાજ નારાજ છે. તેવા જ સમયે બોટાદ કોળી સમાજે પણ કુંવરજીભાઇના સમર્થનમાં નારાજગી વ્યકત કરતા રાજકીય ગરમાવો છવાઇ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે વિરોધપક્ષના નેતા સહિત હોદ્દેદારોની પસંદગી માટે મિટીંગ મળી રહી છે ત્યારે જ કોળી સમાજે ચિમકી ઉચ્ચારતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

(11:25 am IST)
  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST