Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ટંકારા રોડ પર બાઇક ઝાડ સાથે અથડાતાં નેકનામના યુવાનનું મોત

રાજકોટ તા. ૩: ટંકારાના નેકનામ ગામમાં ટંકારા રોડ પર બાઇક ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજા થતાં બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યું છે.

નેકનામમાં રહેતો અનિલ રાજારામભાઇ ચોૈધરી (ઉ.૩૦) ગઇકાલે બાઇક હંકારીને જતો હતો ત્યારે ટંકારા રોડ પર અચાનક કાબુ ગુમાવતાં બાઇક ઝાડમાં અથડાતાં અનિલને ફંગોળાઇ જવાથી ગંભીર ઇજા થઇ હતી. તેને પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી ટંકારા પોલીસને મોકલ્યા છે.

(11:22 am IST)