News of Wednesday, 3rd January 2018

ગારિયાધાર એસ.આઈ.નો નિવૃતિ સમારોહ

ગારિયાધાર નગરપાલિકામાં વર્ષોથી સેનેટરી ઈન્સ્પેકટરની ફરજ બજાવતા લક્ષ્મણભાઈ વણઝારાનો વિદાય સમારોહ કાર્યક્રમ નગરપાલિકા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સી.આર. બરાળ, સફાઈ કામદારોના પ્રમુખ જેન્તીભાઈ નૈયા, ન.પા. દિપકભાઈ પાઠક સહિતના તમામ ન.પા.ના નાના-મોટા કર્મચારીઓ હાજર રહી સેનેટરી ઈન્સ્પેકટરને ભાવભરી વિદાય આપી હતી

(11:18 am IST)
  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST