Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ગિરનાર-પ, નલીયા-૬.૭, ભૂજ, ૧૦.૭ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર ટાઢોડુ : કડકડતી ઠંડીથી લોકો ઠુંઠવાયા

રાજકોટ, તા. ૩ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીની અસર વર્તાઇ રહી છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા ઠંડીની વધુ અસર વધવા લાગે છે.

મોડી રાત્રીના ઠંડીની અસર વધુ વર્તાતી હોવાથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને ઠંડીથી બચવા પ્રયાસ કરે છે.

વહેલી સવારના સમયે લોકો ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળે છે.

આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર પ.૦ ડિગ્રી, નલીયા ૬.૦, કંડલા એરપોર્ટ ૮.૦, જુનાગઢ ૧૦, જામનગર ૧ર.૮, રાજકોટ ૧૩ લઘુતમ તાપમાનનાં કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે.

જુનાગઢ

જુનાગઢ :  ગિરનાર પર્વત ખાતે ઠંડીનું મોજુ યથાવત રહ્યું છે અહીંનું આજનું  તામાન પ ડીગ્રી નોંધાયું છે.

છેલ્લા બે દિવસની લઘુતમ તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે. કડકડતી ઠંડીને લઇ લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

ગઇકાલે જુનાગઢનાં ગિરનારનું લઘુતમ તાપમાન ૩.પ ડીગ્રી રહ્યા બાદ આજે પાસે દોઢ ડીગ્રી બાર રહીને પાંચ ડીગ્રીએ સ્થિર થયેલ છતાં ઠંડીની કોઇ ફરક પડયો નથી.

જુનાગઢમાં ૧૦ ડીગ્રી ઠંડીની સાથે ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું છે અને પવનની પ્રતિ કલાકની ઝડપી ર.૮ કિ.મીથી નોંધાઇ છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ર૬.૬ મહત્તમ ૧ર.૮ લઘુતમ પર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ.૪ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

પ.૦   ડિગ્રી

નલીયા

૬.૭   ડિગ્રી

કંડલા એરપોર્ટ

૮.૦   ડિગ્રી

ડીસા

૯.૦   ડિગ્રી

વલસાડ

૯.પ    ડિગ્રી

જુનાગઢ

૧૦.૦ ડિગ્રી

ભૂજ

૧૦.૭ ડિગ્રી

મહુવા

૧૦.૯ ડિગ્રી

ગાંધીનગર

૧૧.૦ ડિગ્રી

અમદાવાદ

૧ર.પ  ડિગ્રી

જામનગર

૧ર.૮ ડિગ્રી

દિવ

૧ર.૮ ડિગ્રી

રાજકોટ

૧૩.૦ ડિગ્રી

અમરેલી

૧૩.૬ ડિગ્રી

ભાવનગર

૧પ.૦  ડિગ્રી

(11:14 am IST)