Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

મોરબી : અંધારામાં યુવાન સાથે વાત કરતા ભાઈ જોઈ ગયો, ડરી ગયેલી સગીરાનો આપઘાત.

જી.ઇ.બી.ના સિમેન્ટના પોલ સાથે પોતાની જાતે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના ખાનપર ગામે અંધારામાં યુવક સાથે વાતો કરતા ભાઈએ જોઈ જતા ડરના કારણે બહેને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  મળતી વિગતો અનુસાર બાદનપર ગામની સીમમાં ધનજીભાઈ સવજીભાઈ કણઝરીની વાડીએ રહેતી ૧૭ વર્ષીય સગીરા દીપીકાબેન દિનેશભાઈ મીનામા તા.૦૨/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રી દરમ્યાન પોતાની વાડીથી ત્રણ ખેતર દુર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતી હતી.
એ સમયે દીપિકાબેનનો ભાઈ ત્યાં આવી ગયો હતો અને બન્નેને જોઈ જતા તેઓ બન્ને અલગ અલગ ખેતરમાં ભાગી જતા હતા. ત્યારે દીપિકાબેનને એમ લાગેલ કે, મારો ભાઈ મારા માતા-પીતાને આ બાબતે વાત કરશે તેવા આવેશમાં આવી મનમાં લાગી આવતા જી.ઇ.બી.ના સિમેન્ટના પોલ સાથે પોતાની જાતે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સમગ્ર બનાવવાની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:27 pm IST)