Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

મોરબી-માળીયા હાઇવે પર આવેલ હોટલનો સંચાલક અફીણનો રસ વેચતો ઝડપાયો.

પોલીસ તપાસમાં અન્ય એક આરોપીનું નામ પણ ખોલ્યું : તપાસનો ધમધમાટ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પર આવેલી રામદેવ હોટલ પર એસ.ઓ.જી પોલીસની ટિમ એ દરોડા પાડ્યા હતા જ્યાં હોટલનો સંચાલક અફીણનો રસ વેચતો ઝડપાયો હતો. જ્યારે પોલીસ તપાસમાં અન્ય એક આરોપીનું નામ પણ ખોલ્યું હતું આ મામલે એસ.ઓ.જી પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મળેલી સચોટ બાતમીને આધારે પોલીસની ટીમે મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં મૂળ રાજસ્થાનનો વતની અને હાલ રામદેવ હોટલમાં જ રહેતો આરોપી વેહનારામ દલારામ ચૌધરી રૂ.૧૪,૫૦૦ની કિંમતનો ૧૪૫ ગ્રામ વજન ધરાવતા અફીણના રસ (ઓપીયમ આલ્કોલાઇડ) નો જથ્થો,રબર, મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂપિયા ૨૦૦૦, રેકજીનનો થેલો કિંમત રૂપિયા ૧૦૦, આધારકાર્ડની નકલ અને ઇલેકટ્રીક લાઇટ બીલ મળી કુલ કિંમત રૂપિયા ૧૬,૬૦૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે આરોપી વેહનારામની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે આ અફીણના રસનો જથ્થો રાજસ્થાનના સિણધરી ખાતે રહેતા આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ પાસેથી મેળવતો જતો અને તેનો પોતે પણ નશો કરતો હતો તથા તેનું છુટક વેચાણ પણ કરતો હોવાની કબૂલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી. જેથી એસ.ઓ.જી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૧૭(બી),૨૯ મુજબ માળીયા પોલીસ મથક ખાતે નો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ગોપાલને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

 

(11:24 pm IST)