Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

લાલપુરમાં પત્નિ સાથે બોલાચાલી થતા પતિએ ગળાફાંસો ખાઈ આયખંુ ટુકાવ્યું

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: લાલપુર ગામે પ્રગટેશ્વર સોસાયટી રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ રહેતા અરશીભાઈ નગાભાઈ કરગીયા, ઉ.વ.૩પ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર મારખીભાઈ નગાભાઈ કરગીયા, ઉ.વ.૩ર વાળા નો તામશી સ્વભાવ હોય અને તેને સંતાન ન થતા હોય તેમજ અવાર નવાર પોતાની પત્ની લીલાબેન સાથે સામાન્ય બોલાચાલી થતી હોય જેના કારણે મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

અન્ય સ્ત્રી સાથે પતિએ સબંધ રાખી પત્નિને મારકુટ કર્યાની રાવ

પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અંજુબેન છગનભાઈ લીંબાભાઈ ઝાંપડીયા તે વા/ઓ. વિજયભાઈ કુમરખાણીયાઉ.વ.૩ર, રે. બ્લોક નં.૯/૭૯, એસ.આર.પી. ગ્રુપ ૧૭, ચેલા કેમ્પસ નવી લાઈન જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આજદિન સુધી અવારનવાર આરોપી પતિ વિજયભાઈ રણછોડભાઈ કુમરખાણીયા એસ.આર.પી. ગ્રુપ ૧૭ માં નોકરી કરતા હોય અને પોતે અન્ય સ્ત્ર્રી સાથે સબંધ રાખતા હોય તેની જાણ ફરીયાદી અંજુબેનને થતા ફરીયાદી અંજુબેને આ બાબતે પોતાના પતિ વિજયભાઈને સમજાવતા આરોપી પતિ વિજયભાઈએ ફરીયાદી અંજુબેનને લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરી મારકુટ કરતા હોય અને પોતાના ઘરમાં જેમ તેમ ભુંડી ગાળો આપી અને રહેણાક કર્વાટર માંથી કાઢી મુકવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દિગ્જામ સર્કલ પાસેથી

મોટરસાયકલ ચોરાયું

સીટી સી પોલીસ સ્ટેશનમાં હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ઉ.વ.૩૮, રે. રામેશ્વરનગર, નંદનપાર્ક, શેરી નં.૩, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ સર્કલ, અંધાશ્રમ અવર બ્રીજ નીચે ફરીયાદી હરદેવસિંહએ પોતાનું બજાજ પ્લસર લાલ કલરનું મોટરસાયકલ પાર્ક કરેલ હતું જેના રજી.નં. જી.જે.૦૩બીપી૩૭૯૪, જેની કિંમત રૃ.ર૦,૦૦૦/નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જૂની અદાવતનું મનદુઃખ

રાખી છરી વડે હુમલો

સીટી સી પોલીસ સ્ટેશનમાં સાહિલભાઈ રાજેશભાઈ મકવાણા, ઉ.વ.ર૪, રે. ઈન્દીરા કોલોની શેરી નં.૧ર, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧રર૦રરના આરોપી શેરસીંગ કિશોરભાઈ કોળીનો ભત્રીજો રવિ ફરીયાદી સાહિલનો મીત્ર હોય રવિએ દોઢેક માસ પહેલા આરોપી શેરસીંગના મોટાભાઈને છરી મારેલ હોય આ મારા મારીનો બનાવ ફરીયાદી સાહિલના કહેવાથી બનેલ હોય તેનું મન દુઃખ રાખી ફરીયાદી સાહિલને ગાળો બોલતા ફરીયાદી સાહિલ ગાળો બોલવાની ના પાડતા આરોપી શેરસીંગ એકદમ ઉશ્કેરાઈને ફરીયાદી સાહિલને ડાબા પગમાં સાથળના ભાગે છરીનો એક ઘા મારેલ અને છરીના હાથાનો ઘા ડાબી આંખના નેણ પર મારી મુંઢ તથા લોહી નીકળતા ઈજા કરી અને ફરીયાદી સાહિલ અને આરોપી શેરસીંગ એકબીજાની જ્ઞાતિના જણાવતા હોય તેમ છતા માર મારી ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ.

હાર્ડએટેક આવતા આઘેડનું મોત

કાલાવડ તાલુકાના પતામેઘપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસીયા, ઉ.વ.૪પ વાળા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર તુલશીભાઈ મીઠાભાઈ ઠેસીયા, ઉ.વ.પ૮ વાળા પોતાની વાડીએ ખેતીકામ કરતા હોય અને ખેતી કામ કરતા કરતા અચાનક હાર્ડએટેક આવતા તેઓ બેભાન થઈ ગયેલ હોય જેથી તેઓને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

(1:12 pm IST)