Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

લોધીકા તાલુકામાં ઉંચા મતદાનથી ભાજપ કોંગ્રેસના જીતના દાવા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૩ : લોધીકા તાલુકા માં આ વખતે ઉંચુ મતદાન થયેલ છે જેમાં ભાજપના તમામ મોરચા તેમજ સંગઠન ના કાર્યકરોનો સિંહ ફાળો છે તેમજ લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રવાસ દરમિયાન તાલુકા પંચાયત સદસ્‍ય ઓ જીલ્લા પંચાયત સદસ્‍યો તેમજ તમામ સંગઠન ના હોદેદારો કાર્યકરો મોરચાના હોદેદારો કાર્યકરો એ ખુબ જ સુંદર મહેનત કરી છે તેમજ કેન્‍દ્ર માં નરેન્‍દ્રભાઇ મોદી ની સરકાર જે ગ્રામ્‍ય વિસ્‍તાર ના લોકો માટે કામો કરી રહેલ છે તેનો સિધો લાભ રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા ના ઉમેદવારને મળશે તેમજ ૨૫૦૦ થી ઉપરની લિડ લોધીકા તાલુકા માં ભાજપના ઉમેદવાર ને મળશે તેવું લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી જણાવે છે

લોધીકા તાલુકામાં ઉંચુ મતદાન થયેલ છે તેનો સિધો લાભ કોંગ્રેસ ને મળશે તેવું કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરૂભા જાડેજા એ જણાવેલ તેઓ કહે છે કોંગ્રેસ ઉમેદવાર એજયુકેટેડ તેમજ નિર્વિવાદીત સ્‍વચ્‍છ છબી ધરાવતા ઉમેદવાર છે અને કોંગ્રેસની તાલુકાની ટીમનું પ્રચાર કાર્યમાં કામ પણ ખુબ જ સુંદર હતું લોકોને બદલાવ જોઇએ છે તેવું કોંગ્રેસ સમિતિ પ્રમુખ જણાવે છે જેના કારણે લોધીકા તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મતદાન ઉંચુ થયેલ છે અને આ ઉંચા મતદાનનો સિધો ફાયદો કોંગ્રેસને થશે અને લિડ મળશે તેમ લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરૂભા જાડેજાએ જણાવ્‍યું છે.

 

(11:57 am IST)