Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ચરાડવામાં ૧૩૦ વર્ષના પૂ.દયાનંદગીરીબાપુએ મતદાન કર્યુ

રાજકોટ :. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી  જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના જયપ્રસિધ્‍ધ મહાકાળી મંદિરના મહંત, ૧૩૦ વર્ષના પૂ. દયાનંદગીરીબાપુએ મતદાન કર્યુ હતું. આ તકે તેમના શિષ્‍ય પૂ. અમરગીરીજી મહારાજ તથા સેવકો ઉપસ્‍થિત રહ્યા હતાં. હળવદ તાલુકાના ચરાડવા ગામના મહાકાલી આશ્રમના મહંત શ્રી પૂજય દયાનંદ ગીરીબાપુ જેઓશ્રી ૧૩૦ વર્ષની ઉંમરે મતદાન કરવા આવ્‍યા હતા. તેઓ  ઉત્‍સાહભેર મતદાન કરી અન્‍ય મતદારો માટે પ્રેરણા રૂપ બન્‍યા હતાં.

(11:49 am IST)