Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ચિતલમાં પૂ. કાનપુરીબાપુની પુણ્‍યતિથિ નિમિતે રાત્રે સંતવાણી

રાજકોટ,તા.૩: અમરેલી જીલ્લાના ચિતલમાં આજે ધીરેશ્વર મહાદેવ મંદિરના મહંત કાનપુરી બાપુની ૫૦ મી પુણ્‍યતિથી ઉજવવામાં આવશે. સવારે ૧૦ થી ૨ વાગ્‍યા સુધી બટુકભોજન સાંજે સમૂહપ્રસાદ તેમજ રાત્રીનો સંતવાણીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્‍યુ છે. સંતવાણીમાં નારાયણ ઠાકર, કૌશીક દવે, વિજયદાન ગઢવી સંતવાણી પીરસશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુખદેવસિંહ સરવૈયા, કનુભાઇ પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(11:44 am IST)