Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ભાવનગરમાં ટ્રકમાં ઈંગ્‍લીશ દારૂ અને બિયરનો જથ્‍થો લાવતા ત્રણ ઝડપાયા : રૂ.૮.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ : ભાવનગરના નારી  નજીકથી વરતેજ પોલીસે ઈંગ્‍લીશ દારૂ અને બિયર ભરેલા ટ્રક સાથે સિહોર અને ભાવનગરના ત્રણ શખ્‍સને ઝડપી લઈ રૂ.૮.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વરતેજ પોલીસ કાફલો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ધોલેરા તરફથી અશોક લેલેન્‍ડ ટ્રકમાં ભારતીય બનાવટનો ઈંગ્‍લીશ દારૂ અને બિયરનો જથ્‍થો આવી રહ્યો રહ્યો છે,જે બાતમીના આધારે વરતેજ પોલીસે વોચમાં રહીને નારી નજીક રેલવેના ઓવર બ્રિજ નજીક વોચમાં રહીને ધોલેરા તરફથી આવી રહેલા અશોક લેલેન્‍ડ ટ્રક નં. જી.જે.૦૪ એ.ડબલ્‍યુ ૪૫૮૭ ને અટકાવી તલાશી લેતા ટ્રકની કેબિનમાંથી ઈંગ્‍લીશ દારૂની ૧૩૧ બોટલ અને બિયરના ૪૪ ટીન મળી આવ્‍યા હતા.

વરતેજ પોલીસે રૂ.૧,૭૬,૧૬૦ ની કિંમસ્‍તનો ઈંગ્‍લીશ દારૂ અને બિયરનો જથ્‍થો, ૨ મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂ.૮,૮૬,૧૬૦ ના મુદ્દામાલ સાથે આસિફ રઝાકભાઈ મહેતર રહે.સિહોર તેમજ જાહિદ હુસેનભાઈ સોરઠીયા અને અજિત અબ્‍દુલભાઇ પરમાર રહે.ભાવનગરની ધરપકડ કરી દારૂનો જથ્‍થો સપ્‍લાય કરનાર આદિત્‍ય દેશમુખ સહિત તમામ વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:37 am IST)