Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

ભાવનગરમાં મીઠાના અગરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાનઃ ૧૪ મીઠાના અગરો ના ક્‍યારા સંપૂર્ણ ધોવાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર,તા.૩ :  ભાવનગરમાં તોફાની વરસાદ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના ૧૪ મીઠાના ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચ્‍યું છે. જેમાં તૈયાર થયેલા મીઠાના ક્‍યારાઓમાં મીઠું પકવવા દરિયાઈ ભરતીનું પાણી ભરાવાની શરૂઆત થયેલી પરંતુᅠ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દરિયાઈ પાણી અને સાથે વરસાદના પાણીને કારણે મીઠું પકવવાના ક્‍યારાઓ સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્‍ત થઈ ગયા છે.વર્ષે દાહડે હજારો ટન મીઠું પેદા કરી ભારત અને સરહદ પાર ના દેશોમાં મીઠાની નિકાસ કરતા કારખાનેદારોને ભારે મોટી નુકસાની આવી પડી છે. ભાવનગર જિલ્લામાં ભારત સોલ્‍ટ, ગુજરાત સોલ્‍ટ, મોડર્ન સોલ્‍ટ, નંદી સોલ્‍ટ, મર્ચન્‍ટ સોલ્‍ટ, ખોડિયાર સોલ્‍ટ, મલ્‍હોત્રા સોલ્‍ટ, ભાવનગર સોલ્‍ટ, મેહુલ રાજ સોલ્‍ટ, પ્રફુલ સોલ્‍ટ અને સંદીપ સોલ્‍ટ સહિતના ૧૪ મોટા મીઠા ઉદ્યોગના એકમો કાર્યરત છે અને ૧૦ એકરમાં સોલ્‍ટ ફાર્મ ધરાવતા નવ જેટલા નાના અગરિયાઓના મીઠાના ક્‍યારાઓ આજના વરસાદ અને વાવાઝોડાને કારણે સંપૂર્ણપણે ક્ષતિ ગ્રસ્‍ત થઈ ગયા છે. આમ ભાવનગરના મીઠા વાળાને માવઠું નડ્‍યું છે. અને ભારે નુકસાન થવા પામ્‍યું છે. તેમ ભાવનગરના જાણીતા મીઠાના ઉદ્યોગપતિ ભાવનગર સોલ્‍ટના સંતોષભાઈ કામદાર દ્વારા જાણવા મળેલ છે.

(12:30 pm IST)