Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

ઉપલેટા બસને આગેવાનોએ ગોંડલ બસસ્‍ટેન્‍ડમાં લેવા આડા સુઈ જઇ ફરજ પડાઇ : ફરી સ્‍ટીંગ ઓપરેશન

 ગોંડલ તા. ૩ : રાત્રીના બાર વાગ્‍યે ગોંડલ પહોંચતી જાલોદ  ઉપલેટા રુટ ની બસ ગોંડલ બસસ્‍ટેન્‍ડ મા થોભવાનાં બદલે હાઇવે બાયપાસ પર પેસેન્‍જર ઉતારી રહી હોય રાત્રી ના આગેવાનો અને કાર્યકરો ના ટોળા એ આશાપુરા ચોકડી પાસે બસ આડા સુઇ જઇ બસ અટકાવી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.જેના પગલે નિંભર તંત્ર દોડતુ થયુ હોય તેમ જાલોદ ઉપલેટા બસ બસસ્‍ટેન્‍ડ મા પંહોચી હતી.

  શંકરવાડી મા રહેતા હેતલબેન જસાણી  સાંજે પાંચ વાગ્‍યે ગોંડલ આવવા અમદાવાદ થી જાલોદ ઉપલેટા બસમાં બેઠા હતા. અમદાવાદથી બસ ઉપડ્‍યા બાદ કંડક્‍ટરે તેમને ગોંડલ બસસ્‍ટેન્‍ડમાં બસ નહી જાય તમારે હાઇવે બાયપાસ ઉતરવુ પડશે તેવુ કહેતા હેતલબેન મુંઝવણ મા મુકાયા હતા. બસ રાત્રીના બાર વાગ્‍યે ગોંડલ પંહોચે તેવા સમયે હાઇવે પર થી ઘરે કઇ રીતે પહોંચવુ તે મુશ્‍કેલ હોય તેમણે ધારાસભ્‍ય ગીતાબા જાડેજાની નિશ્રામાં એસ.ટી.તંત્ર સામે ઝુંબેશ ચલાવી રહેલા આગેવાનો રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા જીતુભાઇ આચાર્યનો મોબાઇલ દ્વારા સંપર્ક કરી વિગત જણાવતા રાજેન્‍દ્રસિંહ જાડેજાએ ઉપલેટા ડેપો મેનેજર, જુનાગઢ ડીવીઝન નિયામક ઉપરાંત રાજકોટ ડીવીઝન નિયામક નો સંપર્ક કરવા પ્રયત્‍ન કરતા કોઈ અધિકારી એ મોબાઇલ રીસીવ કર્યા ના હતા.

બાદમાં રાજ્‍ય ના વાહનવ્‍યવહાર નિગમના નિયામક ને મોબાઇલ કરી સ્‍ટોપ હોવા છતા જાલોદ ઉપલેટા બસ ગોંડલ બસસ્‍ટેન્‍ડમાં  થોભવા કંડક્‍ટરના કહેતા હોવાની અને ગોંડલના મહીલા પેસેન્‍જરની પરેશાની વર્ણવી હતી.નિયામકે સબંધીત ડેપો મેનેજર તથા ડીવીઝન અધીકારીને મોબાઇલ કરતા કોઈ એ નહી ઉપાડતા નિગમ ના નિયામક નુ પણ નીંભર તંત્ર પાસે કઇ ઉપજ્‍યુ નહી હોવાનું જણાતા આખરે  ‘‘અપના હાથ જગન્નાથ'' કરી આક્રમક બનેલા રાજેન્‍દ્રસિંહ જાડેજા, જીતુભાઇ આચાર્ય, રવિભાઇ સોલંકી, ઉપેન્‍દ્રસિહ ચુડાસમા,જીતુભાઇ પંડયા, દશુભા જાડેજા,જયપાલસિંહ જાડેજા, રાજભા ગોહીલ, બકુલભાઇ,ભાણુભા સહિતના કાર્યકરો એ આશાપુરા ચોકડીએ પહોંચી બાર વાગ્‍યે પંહોચેલી બસ ની આડા સુઇ જઇ બસને રોકી દેતા રાત્રી ના આશાપુરા ચોકડીએ હંગામો મચી જવા પામ્‍યો હતો.

દરમ્‍યાન ધારાસભ્‍યના પુત્ર ગણેશભાઈ જાડેજા પણ આશાપુરા ચોકડી દોડી ગયા હતા.અને ઉપલેટા ડેપો મેનેજર ઠુંમર સાથે મોબાઇલમાં ઉગ્ર રજૂઆત કરતા ડેપો મેનેજરે શેડ્‍યુલ મા બસસ્‍ટેન્‍ડમાં  સ્‍ટોપ નહી હોવાનો લુલો બચાવ કર્યો હતો. પરંતુ આગેવાનોએ જ્‍યાં સુધી બસસ્‍ટેન્‍ડમાં બસ નહી જાય ત્‍યાં સુધી બસને હટવા દેવાશે નહી તેવી ચીમકી સાથે ધરણા કરતા આખરે ડેપો મેનેજર દ્વારા સુચના મળતા બસને બસસ્‍ટેન્‍ડમાં લઈ જવાઇ હતી. આમ આગેવાનોએ ફરી એકવાર સ્‍ટીંગ ઓપરેશન કરતા તંત્રને ગોંડલ બસસ્‍ટેન્‍ડ તરફ દોડતુ થવુ પડ્‍યુ હતુ.

રાત્રીના ગોંડલના પેસેન્‍જરોને ગોંડલની  ટીકીટ લેવા છતા કેટલાક બસ ડ્રાઇવરો  દ્વારા બાયપાસ હાઇવે પર અંતરીયાળ ઉતારી દેતા હોય ખાસ કરીને એકલદોકલ મહીલા પેસેન્‍જરની હાલત કફોડી બને છે. શેડ્‍યુલમાં બસસ્‍ટેન્‍ડનો સ્‍ટોપ નહી હોવાના બહાના બતાવાય છે. ત્‍યારે ગોંડલને અન્‍યાયકર્તા શેડ્‍યુલ કોણ બનાવી રહ્યા છે તેવા સવાલો ઉઠ્‍યા છે.

(12:12 pm IST)