Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વાંકાનેર પાલિકામાં સતત છઠ્ઠી વખત જીતુભાઇ સોમાણી વિજેતા : તેમની આગેવાનીમાં ૩૦ વર્ષથી પાલિકામાં કબ્જો

આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકામાં ભાજપ સતા સંભાળશે : ધારાસભ્ય ગઢમાં ગાબડા

રાજકોટ,તા. ૩: સ્થાનિક સ્વરાજ્યની મોરબી જીલ્લાના ચૂંટણી પરિણામોમાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે.

જેમાં વાંકાનેરના ઇતિહાસમાં સતત છઠ્ઠી વખત નગરસેવક તરીકે જીતુભાઇ સોમાણી ચૂંટાઇ જતા વિક્રમ સર્જર્યો છે. વાંકાનેર પાલિકામાં સતત બીજી વખત જીતુભાઇ સોમાણીના નેતૃત્વમાં ભાજપનો ૨૮માંથી ૨૪ બેઠકો ઉપર વિજય થયો છે.

૩૦ વર્ષથી વાંકાનેર પાલિકામાં જીતુભાઇ સોમાણીની આગેવાનીમાં ભાજપનો કબ્જો યથાવત છે.

વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ ડોગ્રેચાનો જીલ્લા પંચાયતની સિટ ઉપર જવલંત વિજય થયો છે.

વાંકાનેર તાલુકા પંચાયતમાં જબરો અપસેટ સર્જાયો છે. આઝાદી બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતમાં ભાજપ સતા સંભાળશે. વાંકાનેરમાં યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા અને ગુલમહમદભાઇ બ્લોચ જીલ્લા ભાજપ પ્રમુખ ગોરધનભાઇ સરવૈયાની આગેવાનીમાં ભાજપે ઇતિહાસ સજર્યો છે.

મોરબી જીલ્લા પંચાયત, વાંકાનેરના મહિકા ગામની જીલ્લા પંચાયતની સીટ ઉપર જીલ્લા ભાજપના ઉપપ્રમુખો પરાજય આંતરીક જુથ બંધીના કારણે અને તેમના સામે કોંગ્રેસના ધુરંધર અગ્રણી નવધણભાઇ મેઘાણી વિજેતા થયા છે. તેઓ સતત ત્રીજી વખતે જીત્યા છે.

વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ જીતતા વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદાના ગઢમાં ગાબડુ પડ્યું છે. પ્રથમ વખત કોંગ્રેસની હાર થઇ છે.

મોરબી જીલ્લા પંચાયતોની વાંકાનેર પંથકની ૬ સીટ -૨ સીટ ભાજપે આંચકી લીધી છે.

વાંકાનેર શહેર અને ગામડામાં ભાજપનો પ્રથમ વખત ઐતિહાસિક વિજય થયો છે અને સોળે કળાએ કમળ ખીલ્યુ છે.

(2:44 pm IST)