Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પોરબંંદર-છાંયા નગરપાલીકામાં પુનઃ કમળ ખીલ્યું

૧૩ વોર્ડની પર બેઠકોમાંથી ૪૫માં ભાજપની જીતઃ ૭ બેઠકો કોંગ્રેસને મળીઃ વોર્ડ ૧ માં દિયર અને ભાભી વચ્ચે જંગમાં ભાભી જીતી ગયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર , તા., ૩: પોરબંદર-છાંયા નગર પાલીકાના ૧૩ વોર્ડની પર બેઠકોની ચુંટણીમાં ૪પ બેઠકો ઉપર ભાજપની જીત થઇ છે. ૭ બેઠકો કોંગ્રેસનેમળી છે.

પોરબંદર છાયામાં ૧૩ વોર્ડની પર બેઠકમાંથી ૪પ બેઠક ભાજપને જયારે ૭ બેઠક કોંગ્રેસને મળી છ. વોર્ડ નં. ૧ માં જીલ્લા યુવા ભાજપ પ્રમુખ અજય બાપોદરાના ભાઇ વિજયભાઇ બાપોદરા કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસે તેને વોર્ડ નં. ૧ માંથી ટીકીટ આપી હતી. જયારે ભાજપ દ્વારા અજયભાઇ બાપોદરાના પત્ની અને કોંગી ઉમેદવાર વિજયભાઇના ભાભી પાયલબેનને ટીકીટ આપવામાં આવી હતી. દિયર ભાભી વચ્ચેના આ ચુંટણી જંગમાં ભાભી પાયલબેનને પ૭૪૧ મત મળ્યા હતા. જયારે દિયર વિજયભાઇને ર૧૩પ મત મળતા તેમની હાર થઇ હતી તો વોર્ડ નં. ૪ માંથી જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તથા વોર્ડ નં. ૩માંથી પાલીકાના પુર્વ વિપક્ષી નેતા જીતુભાઇ આગઠની પણ હાર થઇ છે એ સિવાય વોર્ડ નં. ૩ માં કોંગી અગ્રણી કેશુભાઇના પ્રથમ પત્ની ભાજપ અને બીજા પત્ની કોંગ્રેસમાંથી લડતા હતા જેમાં પ્રથમ પત્ની ઉષાબેનને ૪પ૭૪ મત મળ્યા હતા. જયારે બીજા પત્ની શાંતીબેનને ૧૦૧૭ મત મળ્યા હતા. પ્રથમ પત્નીની જીત થઇ હતી.

ભાજપમાં ટીકીટ ન મળતા બળવો કરી આપમાંથી ચુંટણી લડનાર જીવાભાઇ ભુતીયા સહીતના આપના ચારેય ઉમેદવારોની હાર થઇ હતી જો કે જીવાભાઇની માત્ર ૧પ મતે જ હાર થઇ હતી. (૪.૭)

પોરબંદર-છાંયા નગર પાલીકા

વોર્ડ નંબર

વિજેતા ઉમેદવારનું નામ

પક્ષ સાથેનું જોડાણ

 મળેલ મતો

પાયલબેન અજયભાઇ બાપોદરા

ભારતીય જનતા પાર્ટી

૫૭૪૧

ભીનીબેન દુદાભાઇ ગરેજા

ભારતીય જનતા પાર્ટી

૫૨૦૭

કેશુભાઇ બોખીરીયા

ભારતીય જનતા પાર્ટી

પ૧૪૧

પ્રતાપભાઇ વિક્રમભાઇ

ભારતીય જનતા પાર્ટી

પર૮પ

નીમુબેન પાંડાવદરા

ભારતીય જનતા પાર્ટી

૩૮૬૯

મંજુબેન માલમ

ભારતીય જનતા પાર્ટી

૩૬૨૮

લક્ષ્મણભાઇ ઓડેદરા

ભારતીય જનતા પાર્ટી

૩૭૨૨

મહેન્દ્રસિંહ ચાવડા

ભારતીય જનતા પાર્ટી

૩૭૪૬

ઉષાબેન શીડા

ભારતીય જનતા પાર્ટી

૪૫૭૪

બુધ્ધિબેન કોડીયાતર

ભારતીય જનતા પાર્ટી

૩૯૫૦

ગાંગાભાઇ ઓડેદરા

ભારતીય જનતા પાર્ટી

૪૫૧૪

શૈલેષકુમાર જોષી

ભારતીય જનતા પાર્ટી

૪૦૩૪

 

(1:49 pm IST)