Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જૂનાગઢના ભાજપ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીની મહેનત રંગ લાવી : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કેસરિયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુકત દ્વારકા જીલ્લાના ચૂંટણી ઇન્‍ચાર્જ પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્‍યું છે કે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના પરિણામોમાં દ્વારકા જીલ્લામાં ભગવો લ્‍હેરાયો છે.દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ દેશ તથા ગુજરાતમાં થયેલા વિકાસને લોકોએ સમર્થન આપ્‍યું છે.

દ્વારકા જીલ્લામાં જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, ચેરમેન મુળુભાઇ બેરા, ધારાસભ્‍ય પબુભા માણેક, જીલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ, પૂર્વ પ્રમુખ કારૂભાઇ ચાવડા, જીલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, મયુરભાઇ ગઢવી, શૈલેષભાઇ કણજારીયા,પૂર્વ મહામંત્રી દીનેશભાઇ દતાણી તથા સંદીપભાઇ માણેક, પાલાભાઇ કરમુર, ઉપરાંત દ્વારકા જીલ્લાના આગેવાનોએ કરેલ કામગીરીના કારણે આ સફળતા મળી છે. તેમ જણાવી પ્રદિપભાઇ ખીમાણીએ વિજેતા તમામ ઉમેદવારોને અભિનંદન તથા શુભકામના પાઠવી મતદારો તથા કાર્યકારોનો આભાર માનેલ છે.

(1:46 pm IST)