Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગીર સોમનાથ જીલ્લાની ચારેય નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ

અન્‍ય પાર્ટી, અપક્ષોની ડીપોઝીટો ડૂલઃ ચાર ધારાસભ્‍યો કોંગીના હોવા છતાં તમામ વિસ્‍તારમાં કારમી હારઃ વેરાવળ પાલિકામાં ભાજપના ત્રણ પૂર્વ નગર પ્રમુખ હાર્યાઃ વેરાવળ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષી નેતાનો પણ પરાજયઃ ૨૦૨૨માં રાજકીય ઉથલપાથલના સંકેત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩: ગીર સોમનાથ જીલ્લામાં ચારે ચાર નગરપાલિકામાં ભગવો લહેરાયો છે બે નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ ખુલેલ નથી અન્‍ય પાટી, અપક્ષોની ડીપોજીટો પણ ડુલ થઈ ગયેલ છે.

ગીર સોમનાથ જીલ્લાની સૌથી મોટી નગરપાલિકા વેરાવળમાં ૪૪ સીટોમાંથી ર૮ ભાજપ,૧૩ કોંગ્રેસ,આર.જે.પી ૧,અપક્ષ ર ઉનાનગરપાલિકામાં ૩૬ માંથી૩પ ભાજપ,અપક્ષ ૧,તાલાલાનગરપાલિકાર૪ માંથી ર૪ ભાજપ ,સુત્રાપાડા ર૪ માંથી ર૦ ભાજપ,૪ કોંગ્રેસને બેઠકો મળેલ છે તમામ વિસ્‍તારમાં કેસરીયો છવાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયત માં ર૮ સીટો માંથી રર સીટો મેળવેલ હતી ત્‍યારે તાલુકા પંચાયત ૧ર૮ માંથી ૮ર સીટો મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતમાં ર૮ સીટો માંથી રર સીટો ભાજપ ને મળેલ છે ફકત ૬ સીટો કોંગ્રેસના મળેલ છે મોટો અપસેટ ડારી સીટ ઉપર થયેલ છે બન્‍ને દીગ્‍ગજોના પુત્રો લડતા હતા તેમાં કોંગ્રેસના હીરાભાઈ જોટવાના પુત્ર અભયની જીત થયેલ છે ત્‍યારે રાજશીભાઈ જોટવાના પુત્ર નરેન્‍દ્રની હાર થયેલ છે આ અપસેટ સર્જાતા અનેક રાજકીય સમીકરણોમાં ખળભળાટ મચી ગયેલ છે.

વેરાવળ તાલુકા પંચાયતમાં રર સીટોમાંથી ભાજપ ૧પ, કોંગ્રેસ ૭, ઉના ર૬માંથી ભાજપ ર૦, કોંગ્રેસ ૬, ગીરગઢડા ર૦માંથી ભાજપ ૧પ, કોંગ્રેસ પ, તાલાલા ૧૮માંથી ભાજપ ૭, કોંગ્રેસ ૧૦, અપક્ષ ૧, સુત્રાપાડા ૧૮માંથી ભાજપ ૮, કોંગ્રેસ ૧૦, કોડીનાર ર૪માંથી ભાજપ ૧પ, કોંગ્રેસ ૮, અપક્ષ ૧ છ તાલુકા પંચાયતમાં ચારમાં ભાજપે સંપુર્ણ બહુમતી મેળવે છે જયારે બે માં કોંગ્રેસે બહુમતી મેળવી છે.

ગીર સોમનાથ જીલ્લાના ચાર ધારાસભ્‍યો કોંગ્રેસના છે અને અનેક વખત તેમની નિષ્‍કીયતા બહાર આવી છે અને સ્‍થાનીક સ્‍વરાજની ચુંટણીમાં કારમી હાર નગરપાલિકા, જીલ્લા, તાલુકા પંચાયતમાં થયેલ છે ફકત બે તાલુકા પંચાયતમાં બહુમતી મળેલ છે જેથી ર૦રર પહેલા રાજકીય ઉથલ પાથલ થશે તેવું જાહેરમાં ચર્ચાય રહેલ છે.

ગીર સોમનાથ જીલ્લા માં સોમનાથ વિમલભાઈ ચુડાસમા,તાલાલા ભગવાનભાઈ બારડ, કોડીનાર મોહનભાઈ વાળા, ઉના પુજાભાઈ વંશ કોંગે્રસના ધારાસભ્‍યોને અનેક વખત જે તે વિસ્‍તારના પ્રશ્‍નોની રજુઆતો થયેલ હોય તેમ શેરીડીના કારખાના, નાળીયેરી કે રેલ્‍વે લાઈન સ્‍થાનીક પ્રશ્‍નો નગરપાલિકાના અનેક પ્રશ્‍નોની નકકર કોઈ રજુઆતો થયેલ ન હોય તેમના ચુટાયેલા નગરસેવકો પણ સત્તાધીશો  સાથે સંપુર્ણ ભાઈબંધીથી પાંચ વર્ષ સતા ભોગવેલ હોય તેમજ આર્થિક લાભો પણ મેળવેલ હોય તેવું છડેચોક ચર્ચાય રહેલ છે કોંગ્રેસને ર૦૧૭માં મતદારોએ મન મુકીને મત આપ્‍યા હતા પણ મતદારોના પ્રશ્‍નોની કોઈ ખેવના કર્યા વગર અનેક લાભો સતાધીશો સાથે લીધેલ હોય જેથી સ્‍થાનીક સ્‍વરાજની ચુંટણીમાં ઉના, તાલાલા વિસ્‍તારમાં નગરપાલિકામાં સંપુર્ણ સફાયો થયેલ છે વેરાવળ નગરપાલિકામાં ૩ સીટ કોગ્રેસ ને ઓછી મળેલ છે તેમજ સુત્રાપાડામાં કોંગ્રેસને ફકત ૪ સીટ મળેલ છે ૮ સીટ ઓછી મળેલ છે તેમજ જીલ્લા પંચાયતમાં ગત વખતે કોંગ્રેસ ને ૧ર સીટ મળેલ હતી આ વખતે ૬ સીટ ઓછી મળેલ છે આમ નગરપાલિકા, તાલુકા, જીલ્લા પંચાયતમાં કોગ્રેસની હાર થતા ર૦રરમાં ભારે રાજકીય ઉથલપાથલ સર્જાશે.

વેરાવળ સોમનાથ નગરપાલિકમાં ૪૪ બેઠકોમાં ભાજપને સ્‍પષ્‍ટ બહુમતી મળેલ છે ભાજપના પુર્વ નગરપાલિકા પ્રમુખ જે ભાજપ સામે લડી રહયા હતા તેમજ ભાજપમાં લડી રહેલ પુર્વ પ્રમુખ સહીત ત્રણ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધ પક્ષના નેતાની હાર થઈ છે. અમુક વોર્ડમાં પરીણામો અપેક્ષા કરતા વિપરીત આવેલા છે આર.જે.પી નું સંપુર્ણ પણે ધોવાણ થયું છે ફકત એક ઉમેદવાર જીતેલ છે વોર્ડ નં.૧૧ માં બે અપક્ષ ઉમેદવાર જીતી જતા અપસેટ સર્જાયેલ છે ભાજપ ના પ્રમાણીક અને બહુજમોટી નામના ધરાવે છે તે અને આ વખતના પ્રમુખના દાવેદાર ની પણ હાર થતા ભાજપનો જીતનો ઉત્‍સાહમાં ભારે નિરાશા જોવા મળેલ હતી.

વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં ૧૧ વોર્ડ માં ૪૪ ઉમેદવારો માં ભાજપ ને સ્‍પષ્‍ટ બહુમતી મળેલ છે ર૮ સીટો સાથે સતા ઉપર આવેલ છે કોગ્રેસ ને ૧૩ સીટો,અપક્ષ ર,આર.જે.પી ૧ ના ઉમેદવારો જીતેલ છે વોર્ડ નં.૭  માં પુર્વ નગરપાલિકા પ્રમુખ રવિભાઈ ગોહેલ આર.જે.પી માંથી અને ૯ માં કીરણબેન ભીમજીયાણી, કોંગ્રેસમાં ઉભા હતા તે બન્‍નેનો પરાજય થયેલ છે જયારે ભાજપના પુર્વ પ્રમુખ જગદીશભાઈ ફોફંડી વોર્ડ નં.૧૧ માં લડી રહેલ હતા તેની સામે અપક્ષ ઉમેદવારની જીત થતા જગદીશ ફોફંડીની હાર થયેલ હતી.

કોંગ્રેસના શહેર પ્રમુખ દીનેશ રાયઠઠાની હાર થતા તેમને રાજીનામું આપી દીધેલ છે. વિરોધ પક્ષ ના નેતા ફારૂકભાઈ બુઠીયા નીપણ કારમી હાર થયેલ છે ગતવખત કરતા કોંગ્રેસને ૩ બેઠકો ઓછી મળેલ છે સમગ્ર વિસ્‍તારમાં કેસરીયો છવાય જતા શહેરમાં અનેક જગ્‍યાએ વિજય સરઘષ નિકળેલ હતા.

સુત્રાપાડા છ વોર્ડ ની ર૪ બેઠકોમાં ભાજપ ર૦ અને કોંગ્રેસ ૪ બેઠકો ઉપર વિજય થઈ હતી આ વિસ્‍તારમાં કોંગ્રેસ તેમજ અપક્ષો જીતનો દાવો કરી રહેલ હતા તેનો તમામનો સફાયો થયેલ છેઆ વિસ્‍તારમાં પુર્વ મંત્રી જશાભાઈ બારડનો દબદબો જણાવાય રહેલ છે.

(1:39 pm IST)