Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

જામનગરમાં ભાજપનો ભગવો લહેરાતા વિજયોત્સવ

જામનગરઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જામનગરની જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવી કોંગ્રેસ પાસેથી કબજો આંચકી લીધો છે. ૧૫થી વધુ સીટ ભાજપે મેળવી જિલ્લા પંચાયતમાં સત્ત્।ાનું સુકાન સંભાળ્યું છે. ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વિજેતા થયેલા ઉમેદવારો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા ત્યારે વિજય ઉત્સવ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લા પંચાયત ઉપરાંત ત્રણ તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરી છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા જામનગર)

(1:37 pm IST)