Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગીર ગઢડા તા.પં.ની ૨૦ બેઠકોમાંથી ૧૫માં ભાજપનો ભવ્ય વિજય

ગીર ગઢડા તા.પં. હેઠળ જિલ્લાની ચારેય બેઠકોમાં ભાજપની જીત : ભાજપ યુવા પ્રમુખ રાજેશભાઇની મહેનત ફળી

(નવીન જોષી દ્વારા)ઉના,તા. ૩: ગીરગઢડા તાલુકા પંચાયત ની ૨૦. બેઠક પૈકી ભાજપે ૧૫. બેઠક ઉપર ભવ્યવિજય મેળવ્યો અને કોંગ્રેસે ૫.બેઠકો મેળવી. જિલ્લા પંચાયત ની ચારેય બેઠકો ભાજપે કબજે કરી છે.

ગિરગઢડા તાલુકા પંચાયત ની સામાન્ય ચૂંટણી ૨૦.બેઠકની યોજાય હતી જેમાં ૬૦્રુ મતદાન થયેલ હતું જેની મતગણતરી આજરોજ ચૂંટણી અધિકારીના અદયક્ષ સ્થાને મત ગણતરી શરૂ થયેલ.અને બપોર સુધીમાં તમામ બેઠકોની મત ગણતરી શાંતિપૂર્ણ પુરી થઈ હતી અને ભાજપે ૨૦.પૈકી ૧૫.બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. વિજેતા થયેલ ઉમેદવારો નામ (૧) અંબાડા. પ્રભાબેન વર્જલાલ કિડેચા.( ૧૬૫૪) (૨) ફાટસર. ગણેશભાઈ જિનાભાઈ વાડોદરિયા.(૧૪૯૫) (૩) ગિરગઢડા.૨ ઉકાભાઈ બાઉભાઈ વાધેલા(૧૬૭૬) (૪) હરમડીયા. ભરતભાઈ લાખાભાઈ શીંગાડ (૧૫૦૨) (૫) જામવાળા. દયાબેન ગોતમભાઈ. કથીરિયા(૨૦૦૭) (૬) ખિલાવડ. દિવાળીબેન બાલુભાઈ કિડેચા.(૧૬૧૨) (૭)વડવીયાલા. ભગવતીબેન પ્રેમજીભાઈ શાખટ.(૧૯૯૯) (૮) કાણકીયા. દૂધીબેન ભુપતભાઇ નકુંમ (૧૯૪૭) (૯) બેડીયા. મનુભાઈ ભીખાભાઇ કાંતરિયા (૧૩૦૬) (૧૦) બોડીદર.મંજુલાબેન દિનેશભાઇ વાળા.(૨૦૮૨) (૧૧) ધોકડવા દુલાભાઈ મેધાભાઈ ગુજ્જર (૧૬૬૦) (૧૨)ઉંદરી. કાનજીભાઈ લાખાભાઈ બાંભનિયા (૧૪૩૮) (૧૩) સનવાવ. જયાબેન હિરજીભાઈ પરમાર( ૧૬૭૪) (૧૪) પડાપાદર.દિવાલીબેન ભીખાભાઇ કિડેચા(૧૧૦૦) (૧૫) નાનાસમઠીયાલા મુકતાબેન લવાભાઈ રાખોળિયા.(૧૨૮૯)

કોંગ્રેસે (૧) વાંકીયા. અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ખૂંટ (૧૨૮૨) (૨) નિટલી. જીલુભાઈ કાંતિભાઈ છેલણ(૧૨૪૩) (૩) જરગલી. ઓધડભાઈ ડાયાભાઇ ગુજરીયા(૧૬૪૦) (૪) કોદીયા કવિબેન હરિભાઈ ગુજરીયા (૧૫૪૫) (૫) ગિરગઢડા ૧ નયનાબેન દિલીપભાઈ ગોહિલ (૧૩૬૫) ૫ બેઠકો મેળવી.  તેમજ ગિરગઢડા તાલુકા પંચાયત હેઠળ ગીરસોમનાથ જિલ્લાની ચાર બેઠકોમાં ચારે. ચાર બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યો છે. (૧) ધોકડવા. ડાયાભાઇ લખમણભાઈ ઝલોધરા ( ૬૨૮૪) (૨) જામવાળા. મનીષાબેન નરેશભાઈ ત્રાપસીયા (૮૪૭૧) (૩) સનવાવ. ધીરુભાઈ લાખાભાઈ મકવાણા ( ૮૨૮૯) (૪) વડવીયાલા વિલાસબેન દ્વારકાદાસ દોમડિયા.(૭૯૫૬). ગિરગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ગિરગઢડા ભાજપ યુવા પ્રમુખ રાકેશભાઈ ઉનડકટ ની મહેનત રંગલાવી છે.

(12:11 pm IST)