Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

શાપર - વેરાવળમાં ભાજપ દ્વારા વિજ્યોત્સવ

વાંકાનેર : તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા જેમાં કોટડાસાંગાણી તાલુકા પંચાયત ની ૧૬ સીટમાંથી ભાજપે ૧૦ સીટ કબ્જે કરી છે ત્યારે શાપર-વેરાવળમાં વેરાવળ-૩૪ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર ગીતાબેન ટીલાળા અને કોટડાસાંગાણી તાલુકા પંચાયત શાપર સીટ ભાજપના ઉમેદવાર રમાબેન ગઢીયા વિજય બનતા શાપર ગામમા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં શેરી ગલીઓમાં ફરીને લોકોએ ભાજપની આ જીતને આવકારી હતી સાથે હારતોરા ઠેર-ઠેર કરવા માં આવ્યા હતા.આ સાથે ફટાકડા ફોડી પેંડા વેચીને મોં મીઠાં કરાયા હતા જેમાં ધર્મશભાઇ ટીલાળા અશ્વિનભાઇ ગઢીયા, બાબુભાઇ ગઢીયા, નિલેશભાઈ રામોલોયા, દિલીપભાઈ ગઢીયા, આગેવાનો સહીત ભાજપ કાર્યકરો સહીત જય સરદાર યુવા ગ્રુપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ સાથે વેરાવળ-શાપરના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ દ્વારા જાપ્તો ગોઠવીને આ વિજયોત્સવને ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. (તસ્વીર : કમલેશ વસાણી, શાપર-વેરાવળ)

(12:01 pm IST)